Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લીંબડી મોટા મંદિર દ્વારા કોરોના વાઇરસથી બચવા ઉકાળાનું વિતરણ
સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર ખાતે તા.13થી 17 માર્ચ સુધી ઋતુજન્ય રોગચાળા સાથે ખતરનાક કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર દ્વારા ધાર્મિક કાર્યોની સાથે લોકો, પશુ, પક્ષીઓ માટે અનેકવિધ સેવા પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે. હાલ ચીનથી લઈને દુનિયાના ઘણાંખરા દેશોમાં અતિ ભયંકર કોરોના વાયરસથી લોકો ભયભીત બન્યા છે. ત્યારે નિયામક આયુષ કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ તથા સરકારી આયુર્વેદ દવાખાનું, શ્રી ગાયત્રી શક્તિપીઠ, આર.આર.જનરલ હોસ્પિટલના સહયોગથી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર દ્વારા કોરોના વાયરસ તથા ઋતુજન્ય રોગચાળા સામે રક્ષણ મેળવવા માટે તા.13થી 17 માર્ચ સુધી સવારે 8:30થી 10:30 સુધી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાથેસાથે 5 દિવસ સુધીમાં લીંબડીની તમામ શાળામાં ઉકાળાનું વિતરણ કરાશે.
મહંતો લોકરક્ષક બની આગળ આવે
ભારતના નાગરિક તરીકે મંદિરો, મહંતો, સાધુ-સંતોએ ફરજના ભાગરૂપ લોક રક્ષક બની સરકાર અને આરોગ્ય વિભાગ માટે શકિત અનુસાર સેવા આપવા આગળ આવવું જોઈએ. > લાલદાસબાપુ, મોટામંદિર મંહત. લીંબડી