પાટડીમાં રોગચાળો બેકાબુ : પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર તાવમાં પટકાયા

Patdi News - disease control unmanageable municipal president chief officer feverish 071057

DivyaBhaskar News Network

Sep 16, 2019, 07:11 AM IST
રોગચાળા માટે હાઇરીસ્ક ઝોનમાં સમાવાયેલા પાટડીમાં તાવ ઝાડા-ઉલ્ટીના રોગચાળાએ ઘેર-ઘેર માંદગીના ખાટલા છે અને પાલિકાના મહિલા પ્રમુખ સહિત ચીફ ઓફિસર પોતે તાવમાં પટકાયા છે.

આરોગ્ય વિભાગ દ્વારા પાટડીને તાવ અને ઝાડા-ઉલ્ટી સહિતના રોગચાળા માટે હાઇ રીસ્ક ઝોનમાં સમાવેશ કરેલો છે. એવામાં પાટડીમાં છેલ્લા અઠવાડિયામાં પડેલા ભારે વરસાદ બાદ ઠેર-ઠેર પારાવાર ગંદકી અને કચરાના ઢગલાથી મચ્છરનો ઉપદ્રવ વધતા તાવ અને ઝાડા-ઉલ્ટી સહિત પાણીજન્ય રોગચાળાએ માઝા મુકી છે. સરકારી હોસ્પિટલ સહિત પ્રાઇવેટ દવાખાનાઓ દર્દીઓથી ઉભરાયેલા નજરે પડી રહ્યાં છે અને ઝુંપડપટ્ટી અને નીંચાણવાળા વિસ્તારમાં ઘેર-ઘેર માંદગીના ખાટલા છે. પાટડી સરકારી હોસ્પિટલમાં પાછલા કેટલાક દિવસોથી ઓપીડી કેસની સંખ્યા બમણી થવા પામી છે. ખુદ પાટડી પાલિકાના મહિલા પ્રમુખ સુરેખાબેન પટેલ અને ચિફ ઓફિસર એસ.વી.ચારણ તાવમાં પટકાયા છે. આથી પાટડી નગરપાલિકા દ્વારા સમગ્ર પાટડી નગરમાં સઘન સફાઇ ઝુંબેશ અને ધુમાડીયાની સાથે આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર પાટડી નગરમાં ઘેર-ઘેર સર્વે અને દવા છંટકાવની કામગીરી હાથ ધરાય એવી વ્યાપક માંગ ઉઠવા પામી છે.

મામલતદારે પાલિકા કર્મીઓનો ઉધડો લીધો

પાટડીમાં ઠેર-ઠેર પારાવાર ગંદકીથી મચ્છરનો ઉપદ્રવ વધતા રોગચાળો બેકાબુ બનવાની સાથે પાલિકાના મહિલા પ્રમુખ અને ચીફ ઓફિસર તાવમાં પટકાતા ખુદ મામલતદાર પી.એસ.ખરાળીએ સફાઇ ઝુંબેશ બાબતે પાટડી નગરપાલિકાના કર્મચારીઓનો ઉધડો લીધો હતો.

X
Patdi News - disease control unmanageable municipal president chief officer feverish 071057

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી