ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા પેટા ચૂંટણીમાં દિનેશ પટેલે ફોર્મ ભર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા હળવદ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કૉંગ્રેસના ઉમેદવારે રોડ શો યોજ્યો હતો. જે શહેરના મુખ્ય માર્ગો પર ફરતા કૉંગ્રેસી આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. જે ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે જઇ કૉંગ્રેસી ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતુ.

ધ્રાંગધ્રા - હળવદ વિધાનસભાની પેટાચુંટણીના ફોર્મ ભરવા માટે 4 એપ્રિલે ગુરુવાર છેલ્લો દિવસ હોવાથી કૉંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ જીવરાજભાઈ પટેલે ધ્રાંગધ્રા શહેરના ગ્રીનચોક ખાતે હરપાલદાદાને ફૂલહાર કરી રોડ શો શહેરના મુખ્યમાર્ગો પરથી પસાર થતાં તેમાં ધારાસભ્ય નવસાદભાઈ સોલંકી, લોકસભાના ઉમેદવાર સોમાભાઈ પટેલ, કુલદિપસિંહ, પરાક્રમસિંહ ઝાલા, ધીરૂભાઇ પટેલ, મેહેન્દ્રભાઈ ગેડીયા સહિત મોટી સંખ્યામાં કૉંગ્રેસી આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. આ રોડ શો ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે જઇ દિનેશભાઈ પટેલ દ્વારા પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.

ધ્રાંગધ્રા બેઠકના ભાજપ-કૉંગ્રેસના ઉમેદવારોની સંપત્તિ
પોતે : રીટર્ન : 12,47,344 પોતે : રીટર્ન 8,81, 720

પત્ની : રીટર્ન : 3,89, 559 પત્ની : નીલ

કોર્ટ કેસ કોર્ટ કેસ

મોરબી સિટી એ ડીવીઝન

કલમ -409, 465, 467, 468, નીલ

471, 120/3

મીલકત મીલકત

પોતે : 2,52,41,567 પોતે : 2,28,9766

પત્ની : 2,08,6890 પત્ની : 6,91, 400

લોન લોન

પોતે : 1,77,88,335 પોતે : 5,30, 389

પત્ની : 1,49,500 પાક ધીરાણ 3 લાખ

ઝવેરાત ઝવેરાત

પોતે : 60 હજાર સંયુક્ત 100 ગ્રામ સોનું

પત્ની : 1.50 લાખ

જમા બેંકના ખાતામાં જમા બેંકના ખાતામાં

6,78, 984 2,01,356

જમીન, પ્લોટ, મીલકત જમીન, પ્લોટ, મીલકત

ત્રાજપરમાં 1 પ્લોટ દુદાપુરમાં મકાન,

13 લાખ અંદાજીત 5 હેકટર જમીન

વાહન વાહન

નીલ 1 ટ્રેક્ટર,1 ક્રેટા ગાડી,1 બાઇક

પરષોત્તમ સાબરિયા
દિનેશભાઇ પટેલ