તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેલવાડામાં મદ્રેસાનાં 80 બાળકોને ઇનામો આપીને પ્રોત્સાહિત કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના તાલુકાના દેલવાડા ગામે આવેલ મુસ્લિમ પંચ ટ્રસ્ટ સંચાલીત મદ્રેસામાં દિની તાલીમ અને આલીમા કલાસમાં અભ્યાસ કરતા 80 જેટલી બાળાઓનો બીજો તાલીમી પ્રોગ્રામ મદ્રેશાની કમિટી દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવેલ હતો. બાળકોને ઈનામો આપી પ્રોત્સાહીત કરાયા હતા. આ ભવ્ય કાર્યક્રમ ઊનાના સૈયદ પીરબાપુ કાદરી, તેમજ ઊદ્યોગપતિ અકબરભાઇ ભિસ્તી, મૈાલાના અબ્દુલ રહીમ બરકાતી, સૈયદ ઇકબાલ બાપુ દેલવાડા મુસ્લિમ સમાજના પ્રમુખ ફિરોજભાઇ સોલંકી, ઉપપ્રમુખ યુસુફમીયા મામદાણી સરપંચ વિજયભાઇ બાંભણીયા સહિત હિન્દુ-મુસ્લીમ સમાજના આગેવાનો પટેલો વિવિધ સંસ્થાના અગ્રણી ટ્રસ્ટીઓ વિશાળ સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહેતા અને તેમની વચ્ચે તાલીમ મેળવેલી બાળાઓએ પોતાના તેજસ્વીતા રજુ કરી લોકોને સુમધુર વાલીથી સમાજના વાલીઓ ઉમંગ અને ઉત્સાહથી જુમી ઉઠ્યા હતા. તમામ વિદ્યાર્થીઓ બાળાઓને સમાજના ઉપસ્થિત અગ્રણીઓ દાતાઓ દ્વારા રોકડ સહિત ઇનામો વિતરણ કરી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...