લીલીયા વિસ્તારમાં હિરા ઉદ્યોગ, ખેતીમાં સર્જાયો મંદીનો માહોલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીલીયામાં હિરા ઉદ્યોગ અને ખેતીમા મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. અહી જમીનને અડધા ભાવે પણ કોઈ ખરીદનાર મળતો નથી અને હિરા ઉદ્યોગમાં રત્નકલાકોને છુટા કરવાની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે રત્નકલાકારો બેકારીથી ઝઝુમી રહ્યા છે. સમગ્ર દેશમાં ભયંકર આર્થીક મંદિ ચાલી રહી છે. તેની અસર લીલીયા તાલુકામાં પણ દેખાઈ રહી છે. સમગ્ર તાલુકો ખેતી અને હિરા ઉદ્યોગ સાતે સંકળાયેલો છે. જેમાં હાલ ભયંકર મંદિનો માહોલ જોવા મળી રહ્યો છે. અહી રોકાણકારોને મોટુ નુકશાન જઈ રહ્યું છે. પ્રોપ્ટીની લેવેચ કરતા લોકોને આર્થીક સંકળામણ ભોગવવી પડે છે. પાંચ વર્ષ પહેલા 5 લાખમાં લીધેલી પ્રોપર્ટીને હાલ 2.5 લાખમાં કોઈ લેનાર નથી. જેના કારણે રોકાણકરના સામે આફત આવી ચડી છે. આવી જ રીતના હિરા ઉદ્યોગમાં જોવા મળે છે. અહી હિરા ઉદ્યોગ પહેલેથી જ મંદિરના ભરડામાં ફસાયેલું છે. ત્યારે ફરી એક વખત માંડ માંડ ચાલતા હિરાના કારખાનાઓમાં ખોટનું પ્રમાણ વધતા કામદારોને છુટા કરવાની શરૂઆત થઈ ચુકી છે. જેના પગલે રત્નકલાકારો બેકાર બની રહ્યા છે. હાલ હિરાના કારખાનામાંથી છુટા થયેલા રત્નકલાકારો કામકાજની શોધમાં ભટકી રહ્યા છે.

હિરાના કારખાનાઓમાં ખોટનું પ્રમાણ વધતા કામદારોને છુટા કરવાની નોબત

જમીનને અડધા ભાવે પણ કોઈ લેવા માટે તૈયાર નથી

અન્ય સમાચારો પણ છે...