તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરાજી શહેર પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરાજી | ધોરાજી શહેર પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરાઈ હતી. જેમા પોલીસ ઇન્સ્પેક્ટર વિજય કુમાર જોશીએ ટ્રાફિકના નવા કાયદા અંગે લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ટ્રાફિકના કાયદાનો દરેક લોકોએ ચુસ્ત પાલન કરવા અંગે સૂચન પણ કર્યું હતું. ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર વિજય કુમાર જોશીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા ટ્રાફિક સપ્તાહ સમારોહમાં ધોરાજીના સામાજિક સંસ્થાના અગ્રણી કિશોરભાઈ, વેપારી અગ્રણી બીપીનભાઈ મકવાણા, ધીરુભાઈ કોયાણી, વિઠ્ઠલભાઈ હિરપરા સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વાહનચાલકોએ પોતાના નિયમ પ્રમાણે વાહનો ચલાવવા જે અંગે જનજાગૃતિ પત્રિકાનું પણ વિતરણ કરાયું હતું. ટ્રાફિક સપ્તાહને સફળ બનાવવા માટે ધોરાજી પોલીસના ટ્રાફિક શાખાના દેવશીભાઇ બોરીચા, સુરેશભાઈ પટેલ વિગેરે પોલીસ સ્ટાફે ફરજ બજાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો