તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધારીના આંબરડી ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધારી પોલીસે ગઇકાલે બાતમીના આધારે આંબરડી ગામે આવેલ એક વાડીમા દારૂ અંગે દરોડો પાડયો હતો. પોલીસે અહીથી દેશીદારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. આ ઉપરાંત અહીથી કુલ રૂપિયા 85300નો મુદામાલ કબજે લીધો હતો.

જિલ્લા પોલીસવડા નિર્લિપ્ત રાયની સુચના અને ડીવાયએસપી કે.જે.ચૌધરીના માર્ગદર્શન મુજબ ધારીના પીએસઆઇ એ.વી.પટેલ તથા સ્ટાફના જીતેન્દ્રભાઇ, મનીષભાઇ, જયંતીભાઇ વિગેરેએ ગતરાત્રીના પેટ્રોલીંગ દરમિયાન અહી આંબરડી ગામે આવેલ બહાદુરભાઇ અનુભાઇ વાળાની વાડીમા દરોડો પાડયો હતો.

પોલીસે અહીથી દેશીદારૂ બનાવવાનો આથો 3800 લીટર, દેશીદારૂ 290 લીટર તેમજ અન્ય સામાન મળી કુલ રૂપિયા 85300નો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરતા બુટલેગરોમા ફફડાટ ફેલાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...