તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોરાજીના પાટણવાવ ખાતેના જિનાલયમાં ધર્મોત્સવ કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરાજીના પાટણવાવ ખાતે સિઘ્ધચક્ર યંત્રમય જિનાલયના સાનિઘ્યમાં ત્રિદિવસીય ધર્મોત્સવનુ આયોજન કરાયુ છે. પ્રતિષ્ઠા મહોત્સવ, પંચ કલ્યાણક પૂજા, નવગ્રહ પૂજન, અભિષેકના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.

પાટણવાવમાં આવેલ ઢંકગિરી ઓસમ ડુંગરની ગોદમાં વિશ્વનુ પ્રથમ કહી શકાય તેવું સિઘ્ધચક્ર યંત્રમય જિનાલયના સાનિઘ્યમાં પ્રતિષ્ઠા મહોત્સવ ચૈત્ર સુદ 10ને 14 એપ્રિલને રવિવારે પ્રારંભ થશે અને 17એપ્રિલને બુધવાર ચૈત્ર સુદ 13 સુધી ચાલશે. જેમાં મૂળનાયક વારીષેણ ભગવાન, ચંદ્રાનન ભગવાન, તળેટીમાં પાવનકારી ચાર પગલા તેમજ મૂળનાયક 21ના આદેશ્વર ભગવાનની પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થશે તેમ જણાવ્યું છે. વર્તમાન ગચ્છાધિપતિ દોલતસાગરસૂરિશ્વરજી મહારાજ, આ. ભ. નંદીવધૅન સાગરસૂરિશ્વરજી, શાસન પ્રભાવક આ. ભ. હર્ષસાગરસૂરિશ્વરજી મ. સા. ના આદીઠાણા, ઢંકગિરી મહાતીર્થના પ્રેરણાદાત્રી સૌમ્યમૂર્તિ હેમેન્દ્રશ્રીજી મ. સા., સૌમ્યાયશાશ્રીજી મ. સા. વગેરે જિનાલય ખાતે પ્રવેશ કરશે. જ્યારે સાગર સમુદાયનાં પ્રત્યેક સાધુ-સાઘ્વીજી ભગવંતો અનૂકુળતાએ પધારશે.

પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂવૅ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયા, શંખેશ્ર્વર પાર્શ્વનાથ પેઢીના પ્રમુખ શ્રીયંકભાઈ, સમસ્ત મહાજન મુંબઈના મેનેજીંગ ટ્રસ્ટી ગિરિશભાઈ જયંતિલાલ શાહ, બિપીનભાઈ કે. શેઠ, રમણભાઈ બી. શાહ, પંકજભાઈ કોઠારી સહિતના વિશેષ અતિથિગણ તરીકે ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...