તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેશળ ભગતની 91મી નિર્વાણ તિથિ ઉજવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ | સંત દેશળ ભગતની નિર્વાણ તિથિ સં.2075 ચૈત્ર સુદ 13 બુધવાર તા.17 ના રોજ સોરઠીયા રજપૂત ભવન ગોંડલ ખાતે ઉજવવાનું ભવ્ય આયોજન કરાયું છે. સવારે 8:00 કલાકે પરમ સંત દેશળ ભગતની શોભાયાત્રા રાખવામાં આવી છે, આ શોભાયાત્રા સોરઠીયા રજપૂત ભવનથી પીરની આંબલી પાસેથી પસાર થઈ ઉદ્યોગ ભારતી ચોક, મોટી બજાર, માંડવી ચોક, કોલેજ ચોક પરથી પસાર થઈ રીવર સાઈડ પલેસ પાસે દિપક મંડપ સર્વિસ ની બાજુમાં રાધે શ્યામ વાડી ખાતે પુર્ણ થશે. શોભાયાત્રા બાદ બપોર 11:00 કલાકે જ્ઞાતિ બંધુઓ માટે મહા પ્રસાદનું ભવ્ય આયોજન કરેલ છે. તો સહ પરિવાર સાથે ઉપસ્થિત રહેવા સોરઠીયા રજપૂત યુવા સંગઠન ગોંડલ શહેર અને ગ્રામ્ય ના સર્વે કાર્યકર્તાઓની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...