જસદણ પંથકમાં તળાવ અને ચેક ડેમો ઊંડા ઉતારવા મંજૂરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ જિલ્લા પંચાયતના સહકાર અને ઉત્પાદક સમિતિ સિંચાઈ વિભાગ દ્વારા જસદણ તાલુકામાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષો પહેલા બનાવેલા તળાવો અને ચેકડેમોને ફરી ઊંડા ઉતારવા તેમજ તળના પાણીમાં વધારો થાય તેવા હેતુથી જિલ્લા પંચાયતે 16 લાખ મંજુર કરાવી તેના રીપેરીંગ કામનું ખાતમુહુર્ત કર્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં રિપેરીંગની કામગીરીને આગળ ધપાવવા સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર ભોયાભાઈ અને તેમની આખી ટીમને સાથે રાખી જસદણ તાલુકાના ઝુંડાળા, મેઘપર, સાણથલી તેમજ અન્ય ગામોમાં ખાતમુહુર્ત કરવામાં આવ્યા હતા. આ તકે રાજકોટ જીલ્લા પંચાયતના સદસ્ય વિનુભાઈ ધડુક, ઝુંડાળા ગામના સરપંચ વિનુભાઈ, મેઘપર ગામના સામાજીક આગેવાનો અને વિસ્તારના ખેડૂત આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...