Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વેરાવળ શહેરની દર્શન શાળાની માન્યતા શિક્ષણવિભાગે કરી રદ
વેરાવળમાં સ્વ.ભારતી મેમોરીયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નોનગ્રાંન્ટેડ દર્શન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાએ બનાવટી સહી-સિકકા કરી ગેરકાયદેસર પ્રમાણપત્રો તેમજ બનાવટી નકશા તૈયાર કરી શાળાની મંજુરી મેળવી હોવાનું ફરિયાદ વર્ષ 2014માં અરજદારોએ કરી હતી. અને જે તે સમયે શિક્ષણ કચેરી દ્વારા દરખાસ્ત સમયે રજુ થયેલ કાગળો ખરાઇ કરવા મોકલ્યાં હતાં. અને વર્ષ 2014માં આ શાળાએ બનાવટી સર્ટિફીકેટ રજુ કર્યા હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. બાદમાં ટ્રસ્ટી વિરૂધ્ધ 25 મે 2014માં ટ્રસ્ટી વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આ શાળાની માન્યતા રદ કરવા ગાંધીનગર સ્થિત કચેરીને ભલામણ કરાઇ હતી. બાદમાં કારણદર્શક નોટીસ પાઠવાઇ હતી. અને સંસ્થાએ ખુલાસો પણ કર્યો હતો. જોકે આરટીઆઇ હેઠળ માહિતી મંગાતા શાળાએ બાંધકામ તેમજ માન્યતા કાયદેસર કરાવવા તજવીજ હાથ ધરી હતી. અંતે 29 ફેબ્રુઆરીએ આ શાળાની માન્યતા રદ કરવાનો હુકમ થયો છે.
આગળની કાર્યવાહી કરીશું /આ અંગે શાળાનાં ભુપેન્દ્રભાઇ વિઠ્ઠલાણીએ કહયું હતું કે, અમુક લોકોની પૈસાની માંગણીઓ છે. જોકે હવે અમે આગળની કાર્યવાહી કરીશું.