વણોદમાં છરી મારનાર યુવાનની જામીન નામંજૂર

Dhrangadhra News - deny the bail of the young man who slaughtered in the spring 062020

DivyaBhaskar News Network

May 24, 2019, 06:20 AM IST
પાટડી તાલુકાના વણોદ ગામે વિધવા રઝીયાબેન સીપાઈ રહેતા હતા. તા.28 એપ્રિલના રોજના રોજ તેમના દિયર ઈમ્તિયાઝભાઈ સીપાઈએ કૌટુંબીક ભાભી રઝીયાબેન સીપાઈને લગ્ન કરવાનુ કેહતા મહિલાએ ના પાડી હતી. આથી ઉશ્કેરાઈ જઈ ઇમ્તિયાઝભાઇએ રઝીયાબેનપર છરી વડે હુમલો કરી ઈજા કરી પુત્રનુ અપહરણ કરવાની ધમકી આપી હતી. આ બનાવની પોલીસ ફરીયાદ રઝીયાબેને કરતા પોલીસે ઈમ્તિયાઝ સીપાઈને ઝડપી પાડી જેલ હવાલે કરાયા હતા. ઇમ્તીયાઝભાઇ દ્વારા ધ્રાંગધ્રા એડીસન્સ સેસન્સ કોર્ટમા જામીનં આરજી કરી હતી. આ કેસના દસ્તાવેજીક પુરાવા, તપાસ અધિકાર દ્વારા આરોપી વિરૂધ્ધ કરેલ સોગંધનામુ અને સરકારી વકિલ વી.એચ.ભટ્ટની દલીલોને ધ્યાને લઈ ધ્રાંગધ્રા એડીસન્સ સેસન્સ કોર્ટ ન્યાયધીશ એસ.એમ.રાજપુરોહીત દ્વારા ઈમ્તીયાઝભાઇ સીપાઇની જામીન અરજી નામંજુર કરાઇ હતી.

X
Dhrangadhra News - deny the bail of the young man who slaughtered in the spring 062020
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી