તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીમાં મચ્છુ કેનાલથી કંડલા હાઇવેને જોડતો રોડ ફોરલેન કરવા માગણી કરાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરબીના મચ્છુ કેનાલથી મચ્છુ ડેમ સુધીના રોડ સિંગલ પટ્ટીનૉ હોવાના કારણે દિવસ રાત સતત ટ્રાફિકજામ રહેતો હોય છે. વાહનો વધુ દોડતા હોવાથી માર્ગ સાંકડો પડી રહ્યો છે.જેથી આ બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખે કલેકટરને રજુઆત કરી આ માર્ગ પહોળો કરવા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. મોરબીશહેરના ભારે વાહનો શહેરમાં નીકળ્યા વિના રફાળેશ્વર સુધી જઈ શકે તે માટે મચ્છુ-ર ડેમથી રાજકોટ કંડલા-હાઇવે રસ્તાને જોડતી મચ્છુ-૨ કેનાલ વાળો રસ્તો બનાવ્યો હતો જોકે દિવસે દિવસે વધી રહેલા વાહનની સંખ્યાને પગલે ટ્રાંફિક જામનાં દ્રશ્ય કાયમી બની ગયા હોય તેમજ સાંકડો રસ્તો હોવાને કારણે ગંભીર અકસ્માત સર્જાવાની પણ ભીતિ સેવતા જો આ રસ્તો ફોરલેન કરવામાં આવેતો સરળતાથી વાહન ચાલકોનો સમય તથા ઇંઘણની બચત થઈ શકે છે.અને ખોટો સમયનો બગાડ વગર સમયસર પોતાના સ્થાને પહોચી શકે તેમ છે.તેથી આ રસ્તાનું કામ સમયસર થાય તે જરૂરી છે. મોરબીની પ્રજાનો મહત્વનો પ્રશ્ન હોવાથી આ રસ્તો જે વિભાગને લાગુ પડતો હોય તેના દ્વારા સરકારમાં યોગ્ય અને વ્યવસ્થીત દરખાસ્ત કરવામાં આવે તો ટ્રાફીક સમસ્યાનું નિવારણ થઇ શકે તેમ છે. રસ્તાનું કામ ચાલુ હતું પરંતુ કઇ પ્રકારના કારણોસર હાલ આ કામ અટકેલુ છે તો તેનું પણ તાત્કાલીક નિવારણ કરી રસ્તાનું કામ પૂર્ણ થાય તેવી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયાએ કલેક્ટરને પત્ર લખી રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો