તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીમાં 2 વર્ષ પહેલાં મંજૂર કરેલા રિવરફ્રન્ટનંુ કામ શરૂ કરવા માગણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મોરબી શહેરના મધ્યમાંથી પસાર થતી મચ્છુ નદીનાં કિનારે 2 વર્ષ પહેલાં પાલિકા દ્વારા રિવર ફ્રન્ટ બનાવવાની જાહેરાત કરી હતી. જો કે તે જાહેરાત માત્ર જાહેરાત જ બનીને રહી હોય તેમ આજદિન સુધી ત્યાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. આ વિસ્તારમાં અમદાવાદની સાબરમતી નદી પર તૈયાર કરેલા રિવરફ્રન્ટ જેવો વિકાસ કરવાની સેતુ બંધ ફાઉન્ડેશનના પ્રમુખે રજૂઆત કરી છે.

મોરબીના સામા કાંઠે લખધીરજી એન્જીનિયરીંગ કોલેજ તેમજ મહાપ્રભુજીની બઠેક આવેલી છે. તે ઉપરાંત BAPS દ્વારા સુંદર મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે હાલ ગંદકીથી ખડબદતી નદીને સ્વચ્છ કરાવીને મોરબીની સુંદરતામાં વધારો કરી શકાય તેમ છે. મોરબીની મચ્છુ નદી હાલમાં ગટરના પાણીથી દૂષિત થયેલી છે.

જેના કારણે આ બને કાંઠાની સુંદરતા લોકો માણી શકતા નથી. વળી ગંદી નદીને કારણે હંમેશા રોગચાળાનો ભય ફેલાયેલો રહે છે. બે વર્ષ પહેલાં નગર પાલિકા દ્વારા બજેટમાં રિવરફ્રન્ટ માટે જાહેરાત કરી હતી અને તેના માટે રકમ પણ ફાળવી આ માટે હાઉસિંગ ફાયનાન્સ બોર્ડ માટે લોનની પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

જો કે ત્યાર બાદ પાલિકા દ્વારા આ પ્રોજેકટને અભેરાઈ પર ચઢાવી દેવાયો હતો. હાલ નદીનો પટ્ટ મચ્છર ઉત્તપ્તિ કેન્દ્ર બની રહી છે. ત્યારે મોરબીની મચ્છુ નદીને બંને કાંઠે રિવરફ્રન્ટ બનાવીને તેની સુંદરતા વધારો કરવા તેમજ લોકોને એક ફરવા લાયક સ્થળ મળી શકે છે. યોગ્ય આદેશો કરવા તેમજ બજેટ ફાળવવા સામાજિક અગ્રણી કે.ડી.બાવરવાએ રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો