Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોમનાથથી પાલનપુર સીધી ટ્રેન શરૂ કરવા માંગ
માળિયા હિતરક્ષક સમિતી દ્વારા સોમનાથથી પાલનપુર સીધી ટ્રેન શરૂ કરવા લેખિતમાં હાયર ઓથોરીટીને માંગણી કરવામાં આવી છે.
આ અંગેની મળતી વિગત મુજબ સોમનાથથી પાલનપુર સુધી ટ્રેન શરૂ કરવા સોરઠ રેલવે હિત રક્ષક સમિતીનાં ચેરમેન મહેન્દ્રભાઇ ગાંધી દ્વારા લેખિત માંગણી કરી પાલનપુરની સીધી ટ્રેન શરૂ કરવા માંગ કરાઇ છે. કારણ કે તેની બાજુમાં ઘણાં દેવસ્થાનો જેવા કે અંબાજી, બાલાગામ, વિશ્વેર મહાદેવ, હિંગળાજ માતાજીનું મંદિર સહિતનાં પ્રખ્યાત મંદિરો આવેલા છે. ત્યારે આ ટ્રેન શરૂ કરવાથી ઘણાં પેસેન્જરોને લાભ મળી શકે તેમ છે. ત્યારે ભાભરનાં આગેવાન વેપારી રમેશભાઇ કાનાબાર, નરભેરામ ઠક્કર, દિયોદરનાં દિલીપભાઇ ઠક્કર સહિતનાં દ્વારા રજુઆત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય એ છે કે, જો લાંબા રૂટની ટ્રેન સેવા શરૂ થાય તો ખાસ કરીને જાત્રાએ જતા વડિલોને સારીએવી રાહત મળી શકે છે. ત્યારે આ બાબતે માળિયા સહિતનાં ગામોનાં આગેવાનોએ રેલવે વિભાગનું ધ્યાન દોર્યું છે.