ગારિયાધાર-પાલીતાણા રોડ પર સ્પીડ બ્રેકર મૂકવા માંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગારિયાધાર શહેરના પાલિતાણા રોડ જે ગૌરવ પથ તરીકે ઓળખાય છે આ રોડ પર હાલમાં એક પણ સ્પીડ બ્રેકર ન હોવાથી અમુક વાહન ચાલકો બેફામ રીતે વાહન ચલાવે છે. જેથી અનેક વખત નાના મોટા અકસ્માતો બને છે.

ગારિયાધાર - પાલિતાણા રોડ તંત્ર દ્વારા નવો બનાવ્યો ત્યારે રોડ તો નવો બનાવ્યો પરંતુ સ્પીડ બ્રેકરો નવા રોડની સાથે કાઢી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ હજુ સુધી તંત્ર દ્વારા આ રોડ પર સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા નથી જેથી વાહનચાલકો પૂરઝડપે વાહન ચલાવે છે જેથી અનેક વખત નાના-મોટા અકસ્માતોનાં બનાવ બન્યા છે. આ રોડ પરથી વિદ્યાર્થીઓ તેમજ લોકોની અવર જવર વધુ જોવા મળે છે ત્યારે આ રોડ પર તાકીદે સ્પીડબ્રેકર મૂકવામાં આવે તેવી વાલીઓની તેમજ સમગ્ર ગારિયાધારવાસીઓની માંગણી છે.

માર્ગ પરથી અસંખ્ય વાહનોની અવર-જવર હોય સ્પીડ બ્રેકરથી વાહનો નિયંત્રણમાં લાવી શકાય
અન્ય સમાચારો પણ છે...