તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોલીથડથી ગરનાળા, ડયા તથા વાવડી રોડ પર મેટલિંગની માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ તાલુકાના કોલીથડથી વાવડી વિડે જતા ૧૦ કિલોમીટરના માર્ગની બંને સાઇડ ત્રણ-ત્રણ ફૂટ મેટલિંગ કરવા નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા ધ્રુપદબા કુલદીપસિંહ જાડેજાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને પત્ર લખી માંગ કરી હતી કે ગોંડલ તાલુકાના કોલીથડ થી ગરનાળા, ડયા, વેકરી, વાવડી રોડ સ્ટેટ અને માર્ગ-મકાન હસ્તક નો છે.

જે ગોંડલ ચોકડી સાથે જોડાયેલો છે. ગોંડલથી જામકંડોરણા જિલ્લા મથક અને તાલુકા મથકનો ટૂંકા અંતરનો માર્ગ છે. આ રોડ પર ભારે વાહનોની અવર જવર પણ વ્યાપક પ્રમાણમાં રહેતી હોય આ રોડની બન્ને સાઈડ ત્રણ ત્રણ ફૂટની મેટિંગ કરવાની તાતી જરૂરિયાત છે. તો તાકીદે રજૂઆતને ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...