તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધારડી ગામે ઓવરબ્રીજ બનાવવા માંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો | ભાવનગર - વેરાવળ નેશનલ હાઇવે નં 8 ઇ.52 ભાવનગર અને તળાજા વચ્ચે આવેલ ધારડી ગામ આ રોડ ની બન્ને તરફ વિકસેલ છે. જેમાં બન્ને સાઇડનાં રહેવાસીઓ માટે ની પ્રાથમીક શાળા, બાળ મંદિર, મુખ્ય બજારો, ગામ મંદિર, તેમજ મોક્ષધામ (સ્મશાન) અલગ અલગ વિસ્તારમાં આવેલ હોવાથી બન્ને તરફ નાં રહેવાસીઓ, ખેડૂતો, ખેત મજુરો, કારીગર વર્ગ, વિદ્યાર્થીઓ, મહિલાઓને તથા દર્શનાર્થીઓને દિવસ દરમિસ્યાન વારંવાર આ માર્ગ ઓળંગવો પડે છે. જેથી જ્યારે આ હાઇવે કાર્યરત થઇ ધમધમતો થાય ત્યારે ગામલોકો ને કાયમ માટે જોખમી બની શકે તેવી સ્થિતિ છે.

જ્યારે હાઇવે માટે સર્વે કરવામાં આવેલ ત્યારે પણ આ બાબતે ગામલોકો દ્રારા આ અંગે સંબંધીત વિભાગો ને ધ્યાનમાં લેવા રજુઆતો કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...