તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રાંગધ્રામાં નગરપાલિકાના શૌચાલય કૌભાંડની તપાસ કરાવવા માંગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા 2014માં સ્વચ્છતા મીશન યોજના અંતર્ગત શૌચાલય બનાવાયા હતા. જેમાં અમુક કર્મચારી નાણા લઈને અને પાછલાં બારણે કોન્ટ્રાક્ટ રાખી ભ્રષ્ટાચાર આચરતા હોવાની ફરિયાદ ઉઠી હતી.જેમાં લાંબા સમયથી તપાસની માગં છતા કાર્યવાહી નહીં કરાતા ફરીયાદી દ્વારા ઉપવાસ આદોલનની ચીમંકી આપી છે. જ્યારે નગરપાલિકા, ચીફ ઓફીસર દ્વારા તપાસ
કરી કડક કાર્યવાહી કરવાનુ
જણાવ્યુ હતુ.

કેન્દ્ર અને રાજય સરકાર સ્વચ્છતા જાળવવા અને લોકોના આરોગ્યની જાળવણી માટે નગરપાલિકામા સ્વચ્છતા મિશન યોજના થકી ગરીબ તથા મધ્યવર્ગના લોકોને શૌચાલય બનાવી અપાય છે. જેમાં ધ્રાંગધ્રામાં 2013-14ના વર્ષમાં નગરપાલિકા આસામીઓના સ્વચ્છતા મીશન યોજનામાં શૌચાલય બનાવેલ હતા. જેમાં નગરપાલિકાના અમુક કર્મચારી દ્વારા કામો પાછલા બારણે રાખી મોટાપ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ જેની અનેક ફરિયાદ ઉઠતા ચકચાર ફેલાઇ હતી. આ અંગે ધ્રાંગધ્રાના સામાજીક કાર્યકર કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ હમીરસિંહ પરમાર ઉર્ફે દાજીબાપુએ જણાવ્યું કે મોટી સંખ્યામાં શૌચાલયો કાગળ પર બન્યા છે અને જેતે વખતના કોન્ટ્રાક્ટર અધિકારી અને કર્મચારી તપાસ કરવામાં આવે. આ અગેના પુરાવા સહિત લાંબા સમયથી ભ્રષ્ટાચારની તપાસ કરવાની માંગણી કરવામાં આવેલ છતાં તપાસ ઠેરની ઠેર છે. જો તપાસ નહીં કરાયતો નગરપાલિકા સામે ઉપવાસ આદોલનની ચીમંકી આપી હતી. આ અંગે નગરપાલિકા ચીફ ઓફીસર રાજુભાઈ શેખે જણાવ્યું કે આ અંગે તપાસ કરી યોગ્ય કરવામાં આવશે અને
કોઈની સંડોવણી જણાશેતો પગલા લેવામાં આવશે.

તપાસ કરાશે કોઈની સંડોવણી જણાશે તો પગલાં લેવાશે : ચીફ ઓફિસર

_photocaption_ધ્રાંગધ્રામાં નપરપાલિકાના શૌચાલય કૌભાંડની તપાસ કરાવવા માંગ.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો