તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાગાયતી ખેતીનાં પાકનો વીમા યોજનામાં સમાવેશ કરવા માંગ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાજેતરમાં જ માણાવદર તાલુકાનાં 37 ગામોનાં ખેડૂતોએ પાક વીમાની રકમને લઇને મામલતદારને આવેદન પાઠવ્યું છે.

માણાવદરનાં ધારાસભ્ય જવાહર ચાવડાએ પત્રમાં એવી માંગણી કરી છે કે, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત વંથલી તાલુકાનાં ખેડૂતોએ પાક વીમાનું પ્રિમીયમ ભર્યું છે. આમ છત્તાં વંથલી તાલુકામાં કોઇપણ જાતનો પાક વીમો મંજૂર કરાયો નથી. આ પાક વીમો મંજૂર કરાયો ન હોવાથી ખેડૂતોને ઘોર અન્યાય થયો છે. ઘણા ખેડૂતોએ આત્મવિલોપન પણ કર્યા છે. આથી ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે. આ સાથે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત બાગાયત ખેતીનો આ યોજનામાં સમાવેશ કરવામાં અાવે. અને વંથલી તાલુકામાં વરસાદ ખુબજ ઓછો પડ્યો હોવાથી નવેસરથી સર્વે કરાવી પાક વીમો મંજૂર કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો