તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીમાં ગંદકી, ભૂગર્ભ ગટરનો નિકાલ અને સ્ટ્રીટલાઈટની સમસ્યાનો ઉકેલ લાવવા માગણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મોરબી શહેરના તમામ વિસ્તારોની સમસ્યાઓની વિગતો મેળવીને તેના ઉકેલને અંતે તંત્ર સુધી પહોંચાડવા માટે આમ આદમી પાર્ટી દ્વારા રાત્રીસભા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે સો ઓરડી વિસ્તારમાં આપ પાર્ટી દ્વારા રાત્રીસભા કરવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટીએ સો ઓરડીના રહીશો પાસેથી વિવિધ સમસ્યાઓની વિગતવાર માહિતી લઈને પાલિકા તંત્ર સમક્ષ પહોંચાડીને આ સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી. આમ આદમી પાર્ટી મોરબી દ્વારા હાલ મોરબી શહેરમાં દર શનિવારે રાત્રીસભાઓ કરી પ્રજાની સમસ્યાઓ સાંભળી રહી છે ત્યારે તાજેતરમાં મોરબી-૨માં આવેલ સો ઓરડી વિસ્તાર ખાતે રાત્રી સભા કરવામાં આવી હતી અને આ રાત્રીસભામાં સ્થાનિક રહીશોએ અનેક સમસ્યાઓ અંગે બળાપો ઠાલવ્યો હતો. આગેવાનો સાથે ચર્ચા કરતા સોઓરડી વિસ્તારના રહેવાસીઓએ પોતાની સમસ્યાઓ જણાવી હતી કે, ડોર ટુ ડોર રોજ કચરો લેવા રોજ કોઈ આવતું નથી. મચ્છર મારવા દવાનો છટકાવ કરવા પણ કોઈ આવતું નથી. ભૂગર્ભ નિકાલની ભારે સમસ્યા છે. મેઈન રોડ પર અને શેરીઓની બંધ સ્ટ્રીટ લાઈટ ફરિયાદ કરવા છતાં રીપેર થતી નથી. મેઇન રોડ અડધો સફાઇ કરવામાં આવે છે. શેરીઓ સફાઇ થતી નથી. મોટા ભાગની શેરીઓમાં રોડ નથી. પીવાનું પાણી સમયસર આવતું નથી. ક્યારેક રાત્રે ૧૧ વાગ્યા પછી આવે છે. આવાસ યોજનાના ફોર્મ વર્ષોથી ભર્યા છે, મકાન ફાળવણી થતી નથી. આથી, આમ આદમી પાર્ટીએ આ વિસ્તારની તમામ સમસ્યાઓ અંગે પાલિકાને રજુઆત કરીને વહેલી તકે ઘટતી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

_photocaption_મોરબીના સો ઓરડી વિસ્તારમાં સમસ્યા ઉકેલવા માંગ. }તસવીર : કિશન પરમાર*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો