Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાંખલ અને ભારોલી વચ્ચે છાણિયાનો પુલ બનાવવા માંગ
સિહોર તાલુકાના છેવાડે આવેલ ભાંખલ અને તળાજા તાલુકાના ભારોલી વચ્ચેના છાણિયાના પુલ બાબતે વર્ષોથી બની રહ્યું છે અને આ પુલ બાબતે તંત્ર વર્ષોથી આ વિસ્તારના રહીશોને ઠેંગો બતાવી રહ્યું છે.
ભાંખલ અને ભારોલીએ નજીક આવેલા ગામો છે. આ બે ગામની વચ્ચે છાણિયું નદી આવેલ છે. આ નદી ઉંડાણમાં આવેલી છે. અહીં રસ્તો સાંકડો હોય આજે પણ અહીંથી મોટા વાહનો પસાર થઇ શકતા નથી. ચોમાસામાં જ્યારે પુર આવે ત્યારે રસ્તો લગભગ બંધ થઇ જાય છે. ભાંખલ ગામના પાલીવાલ બ્રહ્મ સમાજના કુળદેવી ખોડિયાર મા ભારોલી ગામે છે. ઉપરાંત ભાંખલ અને ભારોલી ગામે ક્ષત્રિય સમાજની વસ્તી હોવાથી અહીં સારા-નરસા સામાજિક પ્રસંગોએ પણ ગામના લોકો અવર-જવર કરતા હોય છે. ભાંખલથી વાયા ભારોલી થઇ તણસા, વાવડી સહિતના ગામોએ જવા માટે આ ગામના લોકોને ભારે હાલાકી સહન કરવી પડે છે. નદી પરનો પુલ વહેલામાં વહેલી તકે બનાવવામાં આવે તેવી આ વિસ્તારના રહીશોની પ્રબળ લોકમાંગ ઊઠવા પામી છે.
ભાંખલથી વાયા ભારોલી થઇ તણસા, વાવડી સહિતના ગામોએ જવા માટે લોકોને ભારે હાલાકી