તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબી-હળવદ સુધીનો માર્ગ ફોરલેન બનાવવા માગણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીથી અમદાવાદ જવા માટેનો મુખ્ય માર્ગ હળવદ થઈને જાય છે આ રોડ ફોરલેન ન હોવાથી ટ્રાફિકજામ અને અકસ્માત વારંવાર સર્જાતા રહે છે જેથી આ રોડને ફોરલેન બનાવવા માંગે કરાઈ છે.

મોરબીના સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કે.ડી બાવરવાએ માર્ગ અને મકાનમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે મોરબી-હળવદ રોડ પર ઘણી બધી ફેક્ટરી આવેલી છે તેમજ આ વિસ્તારનો ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો હોવાથી હજુ પણ ઘણા નવા કારખાનાઓ બની રહ્યા છે આ કારખાનામાં વપરાતા રો મટિરિયલ્સના ટ્રકો રાજસ્થાનથી આવે છે તેમજ તૈયાર થયેલી ટાઇલ્સ પણ આજ માર્ગ પરથી લઈ જવામાં આવે છે જેના કારણે રોડ પર અકસ્માત સર્જાતા રહે છે અને માનવ જિંદગીઓ હોમાઈ જાય છે હળવદ થી અમદાવાદ સુધીનો હાઈવે ફોરલેન છે ત્યારે મોરબી થી હળવદ વચ્ચે પણ ફોરલેન રોડ બનાવવા માટે તાકીદે મંજૂરી આપવાની માગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...