તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવામાં નવિનીકરણ થયેલા રોડ પર ડિવાઇડર મુકવા માંગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા શહેરમાં રોડના નવીનીકરણ બાદ રોડ પહોળા થયા પરંતુ રોડની પહોળાઇનો લાભ આડેધડ ચાલતા ટ્રાફીકના કારણે લોકોને મળતો નથી. આથી મહુવાને ટ્રાફીક વાળા રોડ વચ્ચે ડીવાઇડર મુકવાની જરૂર છે. વળી શહેરની શોભા વધારવા ડિવાઇડરમાં ફુલછોડ રોપવાની જરૂર છે.

સીટીઝન ગેસ્ટ હાઉસથી મેધદુત સિનેમા સુધી, મેઘદૂત સિનેમાથી બગીચા ચોક, મેઘદૂત સિનેમાંથી કાગબાપુ ચોક, વાસીતળાવથી ગાંધીબાગ, મોટા જાદરા રોડ, વીટી નગર રોડ ઉપર ખુબ જ ટ્રાફિક રહે છે. વાહન ચાલકો રોડ ઉપર મનફાવે તે રીતે વાહનો પાર્ક કરે છે તેથી આ રોડ ઉપરનાં દુકાનદારો ઉપરાંત વાહન ચાલકોને પણ ટ્રાફિક મુશ્કેલી પડી રહેલ છે. માટે આ તમામ રોડ ઉપર ડિવાઇડર બનાવવામાં આવે અને ડિવાઇડરમાં કરણ, ચંપો, બોગન વેલ જેવા ફુલ છોડ રોપવામાં આવે અને તેનું જતન કરવામાં આવે તો શહેરની શોભામાં વધારો થાય અને ટ્રાફીક સુચારૂ ચાલે અને દરરોજ થતા નાના-મોટા અકસ્માતને કારણે ઉભી થતી મુશ્કેલીઓ નિવારી શકાય તેમ છે.

મહુવા નગરપાલિકા પાસે ગાંધીબાગ અને કુબેર બાગનો ફુલ છોડના જતન માટે નિષ્ણાત સ્ટાફની ફોજ છે. તેમના દ્વારા આ રોડમાં ડિવાઇડર અને તેમાં ફુલ છોડ વાવવાની અને તેના જતનના કામની યોજના બનાવી અમલ કરવાની માંગ ઉભી થવા પામી છે. શહેરના રોડ ઉપર ડિવયડર બનાવવા યોજના મંજુર પણ કરેલ પરંતુ કોઇ કારણોસર આ કામ કરવામાં આવેલ નથી.

સીટીઝન ગેસ્ટ હાઉસથી મેધદુત સિનેમા સુધી, મેઘદૂત સિનેમાથી બગીચા ચોક, મેઘદૂત સિનેમાંથી કાગબાપુ ચોક, વાસીતળાવથી ગાંધીબાગ, મોટા જાદરા રોડ, વીટી નગર રોડ તદ્દઉપરાંત મેધદુત સિનેમા ચોકથી બાલાશ્રમ સુધી, વાસીતળાવ થી ગાંધીબાગ સુધીના રોડ ઉપર ડિવાઇડર મુકી ગાંધીબાગની ખ્યાતી માફક મહુવાના ડિવાઇડરો પણ જગપ્રખ્યાત બને તે જરૂરી હોય ડિવાઇડર મુકવાનું અને તેમાં ફુલ છોડ રોપી ઉછેરી જતન કરવાનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ ઉભી થઇ છે.નાગરિકો દ્વારા મહુવા નગરપાલિકાના ચિફ ઓફિસરને લેખિત રજુઆતો કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો