તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

િદહોરની SBI બેન્કમાં અપૂરતા સ્ટાફને કારણે ટલ્લે ચડતા કામો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
તળાજા તાલુકાના દિહોર ગામે એકમાત્ર એસીઆઈ બેન્ક આવેલી છે જેનો લાભ સમઢિયાળા-બેલા-ચૂડી-હમીરપરા, મામસી-ભારોલી-નેસવડ-ભદ્રાવળ સહિત આજુબાજુના 25-30 ગામો મેળવે છે. દિહોર ગામ પણ િવશાળ વસ્તી ધરાવે છે જ્યાં અનેક નાની-મોટી સંસ્થાઓ, દવાખાનાઓ, સરકારી-સહકારી-ખાનગી કે જાહેર મંડળીઓ અને શાળાઓ આવેલી છે આથી દિહોર ખાતેની એસબીઆઈમાં બેન્ક ખાતેદારો સેંકડોની સંખ્યામાં રોજેરોજ આવે છે. વળી િવદ્યાર્થીઓની િશષ્યવૃત્તિ ગણવેશની રકમ બેન્કમાં જ જમા થાય છે આથી હજારો િવદ્યાર્થીઓના એકાઉન્ટ આ બેન્કમાં છે.

ઉપરાંત દિહોરની આજુબાજુ 20-25 િક.મી.માં ક્યાંય SBI નથી. ખેડૂતો અને વેપારીઓ, નાના દુકાનદારો અને મજૂર વર્ગ અહીં નાાણાંકીય લેવડદેવડ માટે આવે છે. ખાતેદાર પોતાની થાપણ પણ બેન્કમાં રાખતા હોય છે. િવવિધ લોન-ધિરાણનું ટર્નઓવર લાખો નહિ કરોડોમાં હોય છે આથી સ્વાભાવિક રીતે જ આ બેન્કમાં આખો દિવસ ભીડ રહે છે.

આ બેન્કમાં હાલ જરૂરિયાત કરતા અડધો સ્ટાફ જ મૂકાયેલો છે. 50 ટકા સ્ટાફ હોય પછી કામ તો કેટલું થાય ? એમાંય વારંવાર કનેક્ટીવીટી હોય નહિ અને સર્વર ડાઉન હોય. સીસ્ટમ બંધ હોય અને પ્રીન્ટર પણ બંધ હોય. આખો દિવસ બેન્કમાં બેસી રહેવા છતાં કામ ન થાય એટલે બીજો દિવસ બગાડવાનો બેન્કમાં પૂરતો સ્ટાફ મુકવામાં આવે અને કનેક્ટીવીટી-સીસ્ટમ વગેરે અપડેટ કરવાની ખાસ જરૂર પડે છે. તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થશે ખરી ?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો