તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિહોર વરલ રોડ પર પુલ બન્યો, RCC રોડ કયારે બનશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
દિહોર-વરલ રોડ ઉપર, વરલના પાદરમાં નદી ઉપર પુલ તો બની ગયો. પણ પુલ સિવાય આગળના રોડ ઉપર પુરાણ કર્યા પછી RCC (સીસી) રોડ બન્યો નથી. જેથી વાહન ચાલકો હેરાન થઇ રહ્યાં છે.

તળાજાના દિહોર થી વરલ જતાં રોડ ઉપર વરલ ગામની નજીક નદી ઉપર વર્ષોની હેરાનગતિ બાદ પુલ બન્યો છે. લગભગ દોઢ-બે વર્ષ વાહન ચાલકો હેરાન થયા ડાયવર્જનથી માંડ છુટ્યા અને રોડ ઉપર પુલ ચાલુ થયો. ગત ચોમાસામાં ડાયવઝન ધોવાઇ જવાથી પણ ખૂબ મુશ્કેલી પડી જતાં નવા પુલની આશાએ સૌ મુસાફરો સહન કરી ગયા પરંતુ મુશ્કેલી હજી પીછો છોડતી નથી. જે પુલ બન્યો છે તેના સ્લેબ પછીનો ભાગ માત્ર પરાજુ વડે પુરાણ કરીને છોડી દેવાયો છે. વળી એ પુરાણમાં લેવલ કર્યું નથી. અને ઉબડ ખાબડ જ રહેવા દીધું છે. તેથી વાહન ચાલકો, બળદગાડા વાળાને ખૂબ જ મુશ્કેલી પડે છે. કાર કે બસનો નીચેનો એન્જીન વાળા ભાગ નીચે અડી જાય છે. જેથી વાહન માલિકોને મોટું નુકસાન થાય છે. આથી આ રોડ ઉપર RCC કરવું જરૂરી છે. જો કે હાલ RCC નહિં કરવાનું કારણ કદાચ એવું પણ હશે કે નાના-મોટો વાહન ચાલવાથી પરાજુની પુરાણી દબાઇ જાય જેથી ભવિષ્યમાં મોટા ખાડા ન પડે! પરંતુ હાલમાં તો મુસાફરો પરેશાન થઇ રહ્યાં છે એ હકીકત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો