તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોણવેલમાં સાળા બનેવીને દીપડાએ ફાડી ખાધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેતીની સિઝનમા લોકો સીમમા પડયા પાથર્યા રહે છે. ત્યારે અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા વન્યપ્રાણીઓની વસતિ વધી હોય જીવલેણ હુમલાની ઘટનાઓ પણ વધી રહી છે. ગઇકાલે અમરેલીના ચાંપાથળમા દિપડાએ બાળકને ફાડી ખાધા બાદ આજે ધારીના મોણવેલમા પણ એકસાથે બે યુવાનને દિપડાએ ફાડી ખાતા હાહાકાર મચ્યો છે. સાળો બનેવી એવા આ બંને યુવાનો રાત્રે વાડીમા હતા ત્યારે દિપડાએ બંનેને મારી નાખ્યા હતા. લોકોમા આ મુદે ભારે રોષ છે.

દિપડાએ બે યુવકને ફાડી ખાધાની આ ઘટના ધારી તાલુકાના મોણવેલ ગામે ઘોડાસાંઢ નામની સીમમા બની હતી. અહીના મનસુખભાઇ અરજણભાઇ વાળા (ઉ.વ.40) અને જાંબુડા ગામના કરશનભાઇ ભીમાભાઇ સાગઠીયા (ઉ.વ.35) નામના યુવાનોને મધરાતે દિપડાએ ફાડી ખાધા હતા. બંને સાળો બનેવી થતા હોય અને કરશનભાઇ મહેમાન તરીકે મોણવેલ આવ્યા હોય રાત્રે વાડીમા આવેલી પોતાની ખુલ્લી ઓરડીમા જ સુતા હતા. તે સમયે શિકારની શોધમા આવી ચડેલા દિપડાએ બંને પર હુમલો કરી દીધો હતો. તેમને ગળાથી દબોચી બંનેને મારી નાખ્યા હતા. એટલુ જ નહી દિપડો બાદમા તેમને ઢસડીને 500 ફુટ જેટલે દુર પણ લઇ ગયો હતો. સવારે જયારે મનસુખભાઇના પરિવારે તેમની સાથે વાત કરવા મોબાઇલ પર કોલ કર્યો ત્યારે ફોન ન ઉપડતા પરિવારને ચિંતા થઇ હતી. અને પરિવાર વાડીએ પહોંચ્યો ત્યારે બંનેની લોહીલુહાણ હાલતમા લાશ મળી હતી. દિપડાએ એક યુવકને પેટના ભાગેથી પણ ફાડી ખાધો હતો. મોડેથી અહી વન અધિકારીઓ ઉપરાંત પોલીસ અને એફએસએલના અધીકારીઓ પણ દોડી ગયા હતા. અને મૃતક બંને યુવકની લાશને પીએમ માટે ધારી દવાખાને ખસેડાઇ હતી.

ફક્ત અેજ નકારાત્મક સમાચાર જે તમને જાણાવું જરૂરી છે

મોટી સંખ્યામાં ગામના લોકો સવારે ખેતરો તરફ જોવા મળ્યાં. અરૂણ વેગડા

એક માસમા દિપડાએ પાંચ લોકોને ફાડી ખાધા
ખેતીની સિઝનમા સીમમા લોકોની વધારે અવરજવર અને રાતવાસો છે ત્યારે છેલ્લા એક માસમા દિપડાએ જિલ્લામા પાંચ લોકોને ફાડી ખાધા છે. જેના કારણે અમરેલી પંથકમા હાહાકાર મચ્યો છે.

29/8/19 બગસરાના ઘંટીયાણમા રાકેશ તાવીયાડ (ઉ.વ.30) નામના ખેતમજુર યુવાનને રાત્રીના સમયે દિપડાએ ફાડી ખાધો

20/9/19 ખાંભાના મુંજીયાસરમા નાનીબેન રામભાઇ દેવીપુજક (ઉ.વ.70) નામના વૃધ્ધાને દિપડાએ ફાડી ખાધા

28/9/19 અમરેલીના ચાંપાથળમા ચિરાગ પારસીંગ કટારા (ઉ.વ.6) નામના બાળકને દિપડાએ ઉપાડી જઇ ફાડી ખાધો

29/9/19 ધારીના મોણવેલમા મનસુખભાઇ અરજણભાઇ વાળા અને કરશનભાઇ ભીમાભાઇ સાગઠીયા નામના બે યુવાનને વાડીમા મધરાતે દિપડાએ ફાડી ખાધા

બે કલાક સુધી વન અધિકારી ડોકાયા નહી
સવારે વનવિભાગ દ્વારા જયારે જાણ કરવામા આવી ત્યારે અહી નીચેના વનકર્મીઓ તો ઘટના સ્થળે દોડયા પણ બે કલાક સુધી કોઇ અધિકારી ડોકાયા ન હતા. જેને લીધે લોકોમા રોષ ફાટી નીકળ્યો હતો. સિંહનુ બચ્ચુ મરી જાય તો ગણતરીની મિનીટોમા 10-12 ગાડીઓ દોડે છે. અને બે લોકોના મોત થવા છતા અધિકારીઓ ડોકાતા ન હોય લોકોમા ભારે ગુસ્સો હતો.

અમે પાંચ પાંજરા ગોઠવ્યા છે
 અહી એસીએફ ચિરાગ અમીને જણાવ્યું હતુ કે ઘટના સ્થળ આસપાસ હાલ પાંચ પાંજરા ગોઠવી દેવાયા છે. પ્રથમ દ્રષ્ટિએ કોઇ જંગલી પ્રાણીએ હુમલો કરી બંનેને મારી નાખ્યાનુ દેખાઇ રહ્યું છે. આમ છતા પીએમ રિપોર્ટ તથા એફએસએલની તપાસ બાદ હકિકત સ્પષ્ટ થશે. ચિરાગ

એકસાથે બે માનવ મોતની પ્રથમ ઘટના
સામાન્ય રીતે સિંહ, દિપડા જેવા વન્યપ્રાણીના હુમલામા માણસનુ મોત થયુ હોય તેવી અનેક ઘટના બની છે. પરંતુ એકસાથે બે વ્યકિતને આ રીતે વન્યપ્રાણીએ મોતને ઘાટ ઉતાર્યા તેવુ પ્રથમ વખત બન્યું છે.

એકને બચાવવા જતા બીજાને માર્યાની શંકા સીસીએફ વસાવડાએ જણાવ્યું હતુ કે આ ઘટનામા દિપડાએ એક વ્યકિત પર હુમલો કરતા તેને બચાવવા જતા બીજા પર હુમલો થયાની પણ શકયતા છે. જો કે હાલના તબક્કે કોઇ જંગલી જનાવરે તેમને માર્યા હોય તેવુ કહી શકાય નહી. એફએસએલ અને પીએમ રિપોર્ટ બાદ જ ચૌક્કસ કહી શકાશે. વસાવડા

અન્ય સમાચારો પણ છે...