માળિયાહાટીનાનાં ધરમપુરની સીમમાંથી દીપડી પાંજરે પુરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માળિયા તાલુકાનાં ધરમપુર ગામની સીમમાં છેલ્લા ઘણાં સમયથી હિંસક વન્ય પ્રાણીનાં આંટાફેરા વધી રહયાં છે. આ અંગે વન વિભાગને રજુઆત કરવામાં આવી હતી. ત્યારે આરએફઓ અેચ.વી.શીલુ તથા પાલાભાઇ પીઠાભાઇ વાળા સહિતની વન વિભાગની ટીમે આ વિસ્તારમાં પાંજરૂ ગોઠવ્યું હતું. ત્યારે ગતમોડીરાત્રીનાં સાતથી આઠ વર્ષની એક દીપડી પાંજરમાં પુરાઇ ગઇ હતી. વન વિભાગે દીપડીને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડી હતી. દીપડી પાંજરે પુરાઇ જતાં લોકોએ હાંશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...