તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હસનાપુર, અંબાળામાં બે પર હુમલો કરનાર દીપડા પાંજરે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદર તાલુકાના અંબાળા ગામની સીમના ઝુપડામાં સુતી બાળકી પર દિપડાએ હુમલો કર્યો હતો સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજા દિવસે હસનાપુર ગામે વૃદ્વાને દિપડાએ ફાડી ખાધા મોત નિપજ્યું હતું. વિસાવદર તાલુકાના ગામમાં દિપડાને કારણે બે વ્યક્તિના મોતને લઇને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો તેમજ વન વિભાગની બેદરકારી સામે અનેક સવાલો ઉઠ્યા હતા પરંતુ આ દિપડાનો ભય દૂર કરવા અને ફરી હુમલો ન કરે તે માટે હસનાપુર અને અંબાળા ગામે પાંજરા મુકવામાં આવ્યા હતા. હસનાપુર ખાતે મુકાયેલા પાંજરામાં દિપડાને બદલે સિંહ પુરાયો હતો. ત્યારે વન વિભાગને સફળતા મળી હોય તેમ હસનાપુર ગામે મુકાયેલા પાંજરામાં દિપડો પુરાયો છે જ્યારે અંબાળા ગામે મુકાયેલા પાંજરામાં દિપડી પુરાય છે. આ બન્ને દિપડા-દિપડીએ વૃદ્વા અને બાળકી પર હુમલો કર્યો છે કે અન્ય દિપડાએ હુમલો કર્યો હોવાનું વન વિભાગ તપાસ કરી રહી છે. દીપડો-દીપડી પાંજરે પુરાતા લોકોએ રાહત અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...