તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોરાજી પંથકમાં દીપડાએ ફરી દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરાજીના પાટણવાવ, છાડવાવદર, ભોળાની સીમ વિસ્તારમાં દીપડા એ દેખા દેતા ગામજનોમા ફફડાટ વ્યાપી ગયો છે. ધો૨ાજીના ગામીણ વિસ્તા૨માં દીપડાએ પડાવ નાંખતા ખેડુતો સ્થાનીક લોકોમા ભયનો માહોલ વ્યાપી ગયો છે.

ધોરાજી પથંકમાં દીપડાના ધામાના પગલે ખેડુતો સીમ વિસ્તા૨માં જતા ડ૨ અનુભવી ૨હ્યા છે. ધો૨ાજીના પાટણવાવ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તા૨ો ભોળા, છાડવાવદ૨ , ભાદ૨ કાંઠાના વિસ્તા૨ોમાં દીપડાએ ૨હેઠાણ બનાવી દીધુ હોય તેમ અવા૨નવા૨ આ વિસ્તા૨માં દીપડો દેખા દઇ રહ્યો છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે પાટણવાવ, ભોળા, છાડવાવદ, ભાદર નદી વિસ્તારની સીમમા દિપડાએ દેખા દેતા ખેડૂતોને રાત્રીના પાણી વાળવા તથા વાડીએ ૨ખોપુ ક૨તા અને વાડીએ ૨હેતા મજુ૨ોમાં ભય જોવા મળે છે. અગાઉ પણ ધોરાજીના છાડવાવદર ભોળા તથા ભાદર નદીના સીમ વિસ્તારમાં મજૂરી કામ કરતા બે નાના બાળકોને દિપડાએ ઉપાડીને ફાડી નાખ્યાના બનાવો બની ચૂક્યા છે. ત્યારે વન વિભાગ દ્વારા દીપડાઓને પાંજરે પુરવા માટે નક્કર કાર્યવાહી કરાઈ તેવી માગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...