તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેરડી કુંભાજી ગામના માલધારીના નેસમાં દીપડાએ બકરાંનું મારણ કર્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામે સીમ વિસ્તારમાં ગત રાત્રીના માલધારીના નેસમાં દિપડો ત્રાટક્યો હતો. રાત્રીના 1 વાગ્યે દિપડો ત્રાટકતા માલધારીના નેસમાં રહેલ પશુઓમાં નાસભાગ મચી જવા પામી હતી. આ સાથે જ દિપડાએ બકરાનું મારણ કરતાં માલધારી નાથાભાઇ એ બુમાબુમ કરી જીવના જોખમે દિપડાના મોઢામાંથી બકરાને છોડાવીને દિપડાને ભગાડ્યો હતો. આ સમય દરમ્યાન અન્ય બે બકરાઓને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. દેરડી કુંભાજી ગામે વારંવાર જંગલ છોડીને આવી ચડતાં સિંહ, દિપડા સહિતના હિંસક પ્રાણીઓને લઈને વાડી ખેતરમાં કામ કરતાં ખેડૂતો અને ખેતમજૂરો સહિતના ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે, તો બીજી તરફ આ ઘટનાને પગલે ગોંડલ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી જઈને દિપડાની ભાળ મેળવવાના ચક્રોગતિમાન કર્યા હતાં તેમજ દિપડાને પાંજરે પુરવાની ક્વાયત|
હાથ ધરી હતી.

એક માલધારીએ બૂમાબૂમ કરી જીવના જોખમે દિપડાના મોઠામાંથી બકરાંને છોડાવ્યો

અન્ય સમાચારો પણ છે...