તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહેલગાહથી પરત ફરતા કાર પલ્ટી જતા મહિલાનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર ¿ ભાવનગર ¿17 એપ્રીલ

પાલીતાણાના અજમેરા પરીવાર સહેલગાહેથી પરત ફરી રહયા હતા.તે દરમ્યાન ગત મોડી રાત્રે તેમની કાર પાલીતાણાના મોખડકા ગામ નજીક પલ્ટી જતા તેમાં મુસાફરી કરતી મહિલાનુ મોત નીપજયુ હતુ.

બનાવની વિગતો મુજબ પાલિતાણાના ભાગ્યોદય મંડપ સર્વિસવાળા નિલેશભાઇ હરકીશનદાસ અજમેરા તેમના પત્ની લીનાબેન પુત્ર અપૂર્વભાઇ,પુત્રવધુ અંજલીબેન તથા ભત્રીજો ઇશાન હીતેષભાઇ અજમેરા પાલીતાણાથી કાર લઇ સહેલગાહે ગયા હતા.અને ત્યાંથી ગત રાત્રીના 12-15 વાગ્યે પરત ફરતા પાલિતાા નજીકના મોખડકા ગામ પાસે તેઓની કાર અચાનક પલ્ટી જતા તેમા મુસાફરી કરતા લીનાબેનને ગંભીર ઇજા થતા સારવારમા મોત નીપજયુ હતુ.જયારે હીતેશભાઇને ગંભીર ઇજા પહોંચી હતી. કાર અપુર્વભાઇ ચલાવી રહયા હતા.મહાવીર જન્મ કલ્યાણકના દિવસેજ આ દુર્ઘટના સર્જાતા જૈન સમાજમા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...