પ્રધાનમંત્રી જીવનજ્યોત વીમા યોજના હેઠળ વીમો ઉતરાવેલા વ્યક્તિનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રધાનમંત્રી જીવનજ્યોત વીમા યોજના હેઠળ વીમો ઉતરાવેલા વ્યક્તિનું મોત નીપજતાં વીમાની રકમ માટે વીમા એજન્ટ પાસે માગણી કરતાં એજન્ટે વીમો પાસ થઇ શકે તેમ ન હોવાનું અને વીમો પાસ કરાવવો હોય તો રૂ. 50 હજારની માગણી કરી હતી. રકઝકના અંતે રૂ.40 હજાર આપવાના નક્કી થયા હતા. જેમાંથી 10 હજાર પહેલા આપ્યા હતા અને બાકીના રૂ.30 હજાર આપવા જતાં એસીબીના હાથે વીમા એજન્ટ રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

જાગૃત નાગરિકે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ભત્રીજાએ વીમો ઉતરાવ્યો હતો. જેનું વેરીફિકેશનના અંતે ભાવનગરની અભિષેક સોસાયટીમાં રહેતા વીમા એજન્ટ ગોપાલ અશોકભાઈ મારૂએ ફરિયાદીને કહ્યું હતું કે, ભત્રીજાનો વીમો ઉતરાવ્યો તે પહેલાથી તેને કેન્સરની બીમારી હતી. જેથી વીમો પાસ થઇ શકે તેમ નથી. જેથી તમારે વીમો પાસ કરાવવો હોય તો વહીવટના રૂ.50 હજાર આપવા પડશે. તો જ હું તમારો ક્લેઇમ પાસ કરાવી આપીશ. જેથી રકઝકના અંતે રૂ.40 હજાર આપવાનું નક્કી થયું હતું. જે તે સમયે ફરિયાદીએ રૂ.10 હજાર વીમા એજન્ટને ચૂકવ્યા હતા. બાકીના રૂ.30 હજાર વીમો પાસ થયા બાદ ચૂકવાવનુંં નક્કી થયું હતું. દરમિયાન મૃતકની વીમાની રકમ 2 લાખ વીમા કંપની તરફથી નક્કી થઇ જતાં વીમા એજન્ટે બાકીના રૂ.30 હજારની બાકી રહેલી લાંચની રકમની માગણી શરૂ કરી હતી. ત્યારે ફરિયાદીએ એસીબીમાં આ અંગેની જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...