ઉમરેઠીમાં પાણીની લાઇન તૂટતાં પાકને નુકસાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલાલાનાં ઉમરેઠી ડેમમાંથી વેરાવળની ખાનગી કંપની પાણી ઉપાડી રહી છે. ગામની સીમમાંથી કંપનીની લાઇન પસાર થઇ રહી છે. પાણીની લાઇન તુટી જતા પાણી ખેતરમાં ફરી વળ્યું છે. જેના કારણે પાકને ભારે નુકશાન થયું છે. એટલું જ નહી કંપનીએ ખેડૂત ઉપર કાર્યવાહી કરતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. મોટી કંપનીઓનું જાણે રાજ ચાલતું હોય તેમ ખેડૂતોને કોઇ સાંભળવા વાળુ નથી અને ખેડૂતો પાયમાલ થઇ રહ્યાં છે. તસવીર-જીતેન્દ્ર માંડવીયા

અન્ય સમાચારો પણ છે...