તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયલાના નડાળાના યુવાનનું બાઇક સ્લીપ થતાં મોત નીપજ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાયલાના નડાળા ગામના યુવાન બાઇક લઇને જઇ રહ્યા હતા. આ દરમિયાન અચાનક બાઇક સ્લીપ મારી જતા શરીરના ભાગે ગંભીર ઇજા મોત થયુ હતુ. આ બાબતે પરિવારજનોને જાણ થતા અનેક અટકળો સાથે સાયલા દવાખાને લઇ જવામાં આવ્યા હતા. અંતે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

સાયલાના તાલુકામાં કાઠી દરબારના મર્ડરના આરોપીઓને ઝડપી લેવા પોલીસ આકાસ પાતાળ એક કરી રહી છે. ત્યારે ગઢડીયા ભડલા તરીકે ઓળખાતા કાચા રસ્તે લાશ પડી હોવાના સમાચારે પોલીસની દોડધામ વધારી હતી. આ બાબતે પ્રાથમિક તપાસમાં નડાળા ગામના કાઠી દરબાર વિજયભાઇ વલકુભાઇ ખાચર રાત્રિના સમયે બાઇક લઇને ભાદર નદીના કાચા રસ્તેથી જઇ રહ્યા હતા. આ દરમિયાન અચાનક બાઇક સ્લીપ મારી જતા શરીરના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને શરીરના ભાગે વધુ લોહી નિકળી જવાના કારણે ઘટના સ્થળે વિજયભાઈનું મોત થયુ હતુ. આ બાબતે પરિવારજનોને જાણ થતા આજુબાજુના વિસ્તરોમાં અનેક અટકળો સાથે કાઠી દરબાર યુવાનો સાયલા દવાખાને પહોંચ્યા હતા.આ બાબતની ધજાળા પોલીસને જાણ થતા પીએસઆઇ એચ.એલ.ઠાકર, ઘુસાભાઇ સોલંકી, દોલાભાઇ ડાંગર સહિત પોલીસ કમીઓ સાયલા દવાખાને પહોંચી ગયા હતા. લાશને પીએમમાટે મોકલી આપી હતી.

યુવકના મોતના સમાચાર મળતાં જ પરિવારજનો અને મિત્રો હોસ્પિટલમાં દોડી આવ્યા હતાં. આ બાબતે પીએસઆઇ એચ.એલ. ઠાકરે જણાવ્યુ કે મૃતક વિજયભાઇને બાઇક ઉપરથી પડી જવાથી મોત થયુ હોય તેમ પ્રાથમિક તપાસમાં બહાર આવે છે.શરીરના ભાગે કોઇ તિક્ષ્ણ હથીયારની કોઇ ઇજા જોવા મળી નથી.અંતે પોલીસે અકસ્માતે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરીને કાર્યદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.

વિજય ખાચર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો