તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાહકો રૂ. 500 ભરી વાંધાજનક વીજબીલનું સમાધાન કરી શકશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેશાેદની પીજીવીસીએલ આેફીસ ખાતે એક વખત માફી યાેજનાનો પ્રારંભ કરાયો છે. આ યોજનાનો લાભ આગામી તા.31 મે સુધી ગ્રાહકો લઇ શકશે.

જ્યારે આ યોજનાનો લાભ 31 જાન્યુ 2019 પહેલાની કાર્યવાહી થયેલી હોય, 1 કરોડ કરતાં આેછી રકમ હોય તેમજ 10 કીલો વોર્ટસથી નીચેના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના રહેણાંક, બીન રહેણાંક અને ખેતીવાડી કનેકશન હાેય તેવા ગ્રાહકો કે જેને વીજ બીલ ભરવાનું બાકી હોય અને કાયમી ધોરણે વીજ કનેકશન બંધ હોય, વીજ કંપની સામે લાંબા સમયથી લડત ચાલુ હોય અને વીજ ચોરી કરી ન હોય તેવા ગ્રાહકોને માત્ર રૂ. 500 જેવી નજીવી રકમ ભરી વીજ બીલ માફ કરવામાં આવશે.

તેમજ એક વખત વીજ ચોરી કરી હોય, વાણિજ્ય, ઔદ્યાેગીક વોટર વર્ક્સ માટે લેણી નિકળતી રકમમાંથી વ્યાજ માફી આપી જુદી જુદી યોજનાના હેઠળ સમાધાનકારી વલણ અપનાવવા એક વખત માફી યોજના પ્રારંભ કરવામાં આવ્યો હતો.

પરંતુ જેમના દાવાઓ અદાલતમાં પુરા થયા હોય અથવા બીજી વખત ચોરીમાં પકડાયા હોય, 1 કરાેડથી વધુ વીજ બીલની રકમ હોય કે પછી તા. 31 જાન્યુ. 2019 પછીના વીજ કંપનીની કાર્યવાહી થઇ હાેય તો આ યાેજનાનાે લાભ લઇ શકશે નહી તેમ જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો