તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકાર દ્વારા લાઠી તાલુકાના ખેડૂતો માટે વર્ષ 2018-19ના પાક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકાર દ્વારા લાઠી તાલુકાના ખેડૂતો માટે વર્ષ 2018-19ના પાક વિમાની ફાળવણી તો કરવામા આવી હતી. પરંતુ પાક વિમામા વિસંગતતાના કારણે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. જેને પગલે આજરોજ લાઠી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાથી ખેડૂતો અહી એકઠા થયા હતા અને રેલી સ્વરૂપે પ્રાંત અધિકારીને આવેદન પાઠવી આક્રોશભેર રજુઆત કરવામા આવી હતી. આવેદનપત્રમા ખેડૂતોએ જણાવ્યું હતુ કે લાઠી તાલુકામા વર્ષ 2018-19નો પાક વિમાની તો સરકાર દ્વારા ફાળવણી કરવામા આવી છે. પરંતુ પિયત, બિનપિયતમા વિસંગતતા જોવા મળી રહી છે. અગાઉ સરકાર દ્વારા મગફળીના વિમાની રકમ પણ ઓછી ચુકવવામા આવી હોય ખેડૂતોમા નારાજગી જોવા મળી હતી.

ખેડૂતોએ વધુમા જણાવ્યું હતુ કે પાક વિમાની વિસંગતતાઓ દુર કરી પાક વિમાથી વંચિત રહેલ ખેડૂતોને ન્યાયના હીતમા વહેલી તકે પાકવિમો ચુકવવા માંગણી કરેલ છે. એક જ શેઢા ઉપર સગા બે ભાઈના પાક વિમાની ચુકવણીમા તફાવત કેમ ? કોમર્શીયલ ઓપરેટિંગ બેંકોમાં ચુકવણી અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં કેમ નહીં ? પિયત અને બિન પિયતમા વિમા પ્રિમીયમ છતાં અન્યાય કેમ ? વિગેરે પ્રશ્નો ખેડૂતોએ ઉઠાવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...