તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેંસાણમાં મગફળીનાં વીમામાં ક્રોપ કટીંગના આંકડા ખોટા, રોષ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેંસાણ તાલુકાનાં ખેડૂતોએ મામલતદારને પત્ર પાઠવી રજુઅાત કરી છે કે, ચાલુ વર્ષે ભેંસાણ તાલુકામાં મગફળીનું સાવ ઉત્પાદન જ ન થયું હોવા છતાં ક્રોપ કટીંગ કરવાવાળા અધિકારીઓ અને વીમા કંપની તેમજ તાલુકા ખેતીવાડી અધિકારી અને જિલ્લા ખેતીવાડી અધિકારીએ મગફળીના ખોટા આંકડા આપી અને ભેંસાણ તાલુકાને વિમાથી વંચિત રાખેલ હોવાનો આક્ષેપ પત્રમાં કર્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે, કપાસનું પણ ઉત્પાદન થેલ ન હોય, વિમો તાત્કાલીક ચુકવવામાં આવે.. આ અંગે સત્વરે કાર્યવાહી કરવામાં નહિ આવે તેમજ જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ ધોરણસરના પગલા લેવામાં નહિ આવે તો ખેડૂતો ભાઇઓ દ્વારા આંદોલન છેડાશે જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિતોની રહેશે.

અન્ય સમાચારો પણ છે...