તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોબ ગામે બે મહિલા પર ભુંડનો હુમલો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગીરના વન્યપ્રાણી દીપડાઓ માનવજીંદગી પર હુમલાના બનાવો થતા જોવા મળતા હોય છે. ત્યારે જંગલી ભુંડ પણ ખેતીના પાકને સોથ વાળી નાખી નુકશાન કરતા હોય છે. ત્યારે ખેડૂતો પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં ઊનાનાં કોબ ગામે રામુભાઇ કરશનભાઇ બાંભણીયાની વાડીમાં જુવારના પાક ઉભા હોય અને તે પાક ઉતારવાનો સમયે હોય જ્યારે વાડીમાં તેમના પત્નિ રૂડીબેન રામુભાઇ બાંભણીયા (ઉ.વ.30) તેમજ અસ્મિતાબેન બીજલભાઇ બાંભણીયા (ઉ.વ.18) તેવો કાકી-ભત્રીજી બન્ને સવારે દશ વાગ્યાની આસપાસ જવારના પાકમાં કામ કરતા હોય અચાનક જંગલી ભુંડ ત્રાટકતા રૂડીબેન પર હુમલો કરેલ અને અસ્મિતાબેન બાજુમાં હોય બન્નેને પગના ભાગે ગંભીર ઇજા પહોચાડી હતી. આ હુમલાથી રાડારાડ કરવા લાગતા બાજુની વાડીમાંથી લોકો આવી જતાં ભુંડ ત્યાથી નાશી છુટેલ જ્યારે બન્ને ઇજાગ્રસ્ત મહીલાને સારવાર અર્થે ઇમરજન્સી 108ના પ્રતિજ્ઞાબેન ડોડીયા તેમજ દેવશીભાઇ લાખણોત્રાઅે તાત્કાલીક ખાનગી હોસ્પીટલે ખસેડેલ હતા. જેની જાણ વનવિભાગને કરતા વનકર્મીઓએ હોસ્પીટલે પહોચી નિવેદન લીધુ હતું. તસવીર-જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો