તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબડીમાં સસ્તુ સોનું લેવાની લાલચે છેતરપિંડી કેસમાં 2 ઝબ્બે, 8 સામે ગુનો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીંબડીમાં સસ્તુ સોનું લેવાની લાલચે આવેલા રાજકોટના વેપારી સાથે છેતરપિંડી થઈ હતી. જેમાં ગઠીયા 30 ટકા ઓછા ભાવે સસ્તુ સોનું આપવાનું કહીં વેપારીના 13.60 લાખ રૂ. લઈને છૂમંતર થઈ ગયા હતા. આ ગુનામાં 8 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ 2 આરોપીઓને ઝડપી પાડયા છે.

રાજકોટ સીએનસી અને વીએનસી મશીનરીનું ટ્રેડિંગ કરતા વેપારી વસંતભાઈ લક્ષ્મણભાઈ લીંબાણી અને તેમના પુત્ર મિતલ લીંબાણીને તેમની સાથે કામ કરતો કુલદીપ ગઢવી નામના શખ્સે રતનપરમાં રહેતો અબ્બાસ રસુલભાઈ 30 ટકા ઓછા ભાવે સસ્તુ સોનું આપી રહ્યો હોવાની વાત કરી હતી. આ અંગે સુરેન્દ્રનગરમાં એકવાર મિટિંગ પણ કરાઈ હતી. અને લીંબડી હાઈવે પર 13.60 લાખ રૂ.માં 500 ગ્રામ સોનું આપવાનું નક્કી થયું હતું. રાજકોટના વેપારી પિતા-પુત્ર તેમના મિત્રો સાથે લીંબડી હાઈવે પર 30% ઓછા ભાવે સસ્તુ સોનું લેવા આવ્યા હતા. લીંબડી હાઈવે પર એક સફેદ કલરની મહિન્દ્રા એસયુવી કાર ઊભી રહી હતી. કારમાં આવેલા 3 શખ્સોએ વસંતભાઈને કારમાં બેસાડી રૂપિયા બતાવવાનું કહ્યું હતું. સોનું હાઈવે પરના મંદિર પાસે આપવામાં આવશે તેમ કહીં મીતલ લીંબાણી અને તેના મિત્રોને ત્યાંથી રવાના કર્યાં હતાં. વસંતભાઈને કારમાં બેસાડી તેમના ગળા ઉપર છરો રાખી 13.60 લાખ રૂપિયા લઈ ત્રણેય ગઠીયા નાસી છુટયા હતા.

વસંતભાઈએ સોહીલ નશીબખાન, નશીબ હાજીખાન, અબ્બાસ રસુલભાઈ, કરીમ ભટ્ટી, બાબુ, કુલદીપ ગઢવી અને બે અજાણ્યા લવર મુંછીયા વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. લીંબડી પીએસઆઈ એસ.એસ.વરૂ, એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલે કુલદીપ ગઢવી અને અબ્બાસ રસુલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. 9 મહિના બાદ રતનપરની ઠગ ટોળકી સક્રિય બની હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે.

નાણાંની ખરાઇ કરી સાેનું આગળ જઇ આપવાનું કીધું હતું

અન્ય સમાચારો પણ છે...