બેનને બચાવવા માટે પિતરાઇ ભાઇ કૂવામાં કૂદ્યો,બંનેના મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાલાવડ તાલુકાના નવાગામ સીમમાં રહેતા ખેતમજુરી કામ કરતા મુળ સંતરામપુરના વતની પરીવારની તરૂણી અકસ્માતે કુવા અંદર પટકાતા તેને બચાવવા માટે પિતરાઇ ભાઇએ ઝંપલાવ્યુ હતુ. જોકે. બંનેને બહાર કાઢી હોસ્પીટલમાં ખસેડાતા તબીબોએ મૃત ઘોષિત કર્યા હતા.આ બનાવથી શ્રમીક પરીવારમાં ઘેરો શોક છવાયો છે. જયારે પંથકભરમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર કાલાવડ તાલુકાના નવાગામ સીમમાં રહેતા અને ખેતમજુરી કામ કરતા મુળ સંતરામપુર પંથકના વતની પ્રવિણભાઇ બજોડની પુત્રી કાજલ(ઉ.વ.15) ગુરૂવારે બપોરે અકસ્માતે કુવામાં પટકાઇ પડી હતી જે વેળાએ તેને બચાવવા માટે પિતરાઇ ભાઇ નિલેશભાઇ મુકેશભાઇ(ઉ.વ.21)એ તુરંતપાણી ભરેલા કુવામાં ઝંપલાવ્યુ હતુ.ત્યારબાદ બંને ઉંડા પાણીમાં ગરક થતા બહાર આવ્યા ન હતા.

કાલાવડના નવાગામમાં તરુણી કૂવામાં પડી

સંતરામપુરનો પરિવાર મજૂરી માટે આવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...