તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદથી પીળા પડી ગયેલા કપાસના ટીંબી મા.યાર્ડમાં ભાવ નથી ઉપજતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાફરાબાદ તાલુકાના 45 ગામડાઓ છે જે પૈકી 25 ગામડાઓ ટીંબી માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા જાય છે. બાકીના રાજુલા તાલુકાના જાય છે. પરંતુ આ યાર્ડમાં આજે બે હજાર મણ જેટલો કપાસ આવ્યો હતો. પરંતુ વરસાદમા પીળો પડી જવાથી વેપારીઓ તેમજ જિનિંગવાળા ખરીદીમાં ખેડૂતોને આશા પ્રમાણે ભાવ આપતા નથી. માત્ર 850 રૂપિયાના ભાવે જ ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરે છે.

આ પ્રશ્ને જાફરાબાદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નાજાભાઇ બાંભણિયા તેમજ ભાજપના અગ્રણી મનુભાઈ વાજાએ કૃષિ મંત્રીને પત્ર પાઠવી જણાવ્યું કે આ વિસ્તારના ખેડૂતોને કપાસના પૂરતા પ્રમાણમાં ભાવ મળતા નથી. ત્યારે સરકાર દ્વારા ઉંચા ભાવે કપાસ ખરીદવો જોઈએ. નાજાભાઇ બાંભણિયાએ એમ પણ જણાવ્યું કે તાલુકા કક્ષાએ ખેતીવાડી અધિકારી છેલ્લા ઘણા સમયથી ઓફિસમાં આવતા નથી. અવારનવાર રજૂઆત કરી ધ્યાન દોરવા છતાં અધિકારી તાલુકા કક્ષાએ આવતા નથી. જેથી ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...