Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કપાસની નિકાસ ઘટતા ઝાલાવાડમાં 24 જિનિંગ બંધ
ઝાલાવાડમાં મંદીની મોકાણથી વેપાર ધંધાને ભારે અસર થઇ છે. સુરેન્દ્રનગર જિલ્લો કોટન હબ હોવા છતાં 40માંથી 24 જિનીંગ મીલો બંધ છે. આથી હજારો લોકો બેકાર થાય તેવો ભય ઉભો થયો છે. ત્યારે કપાસ નિકાસ ઓછી થતા આ સ્થિતિ સર્જાય હોવાનો મત વ્યક્ત થઇ રહ્યો છે.
કોટન હબ ગણાતા ઝાલાવાડમાં 3.55 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયુ હતુ. પરંતુ સતત વરસાદ અને ખરાબ હવામાનને કારણે ઉત્પાદન અને ગુણવત્તાને અસર થઇ હતી. હાલ કોટન માર્કેટ મુજબ એક મણ કપાસનો ભાવ રૂ.1050થી 1100ની આસપાસ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 40 જીનીંગો દર વર્ષે ધમધમતા હજારો લોકોને રોજગારી મળે છે. પરંતુ આ વર્ષે 40 જીનીંગો પૈકી 16 જીનીંગ જ કાર્યરત છે. આથી 24 જીનીંગ મીલો બંધ હોવાનો ઘાટ સર્જાયો છે. જેના કારણે મજૂરોની મજૂરી મળતી બંધ થઇ ગઇ છે. જ્યારે વર્લ્ડ માર્કેટમાં કોટનના ભાવ નીચા ખુલતા વેપારીઓ પણ આર્થિક નુકશાન થાય તેવો ભય વ્યક્ત કરી રહ્યા છે. આ અંગે અનિરૂધ્ધભાઇ જાદવ અને સંદીપભાઇએ જણાવ્યુ કે,કોટનના ભાવ ઘટતા જિનીંગ ચલાવવી મુશ્કેલ બનશે.
વિશ્વ સ્તરે કોટનના ભાવ ઘટતાં ઉત્પાદકને 30% જેટલો ફટકો
3.55 લાખ હેક્ટરમાં કપાસના વાવેતર પર વાતાવરણની અસર
કપાસના ઉત્પાદનમાં 30 ટકાનો ઘટાડો
સુરેન્દ્રનગર જિલ્લામાં સાડા ત્રણ લાખ હેક્ટર કપાસનું વાવેતર થયુ હતુ. પરંતુ ભારે વરસાદે ગુણવતા બગાડી છે. આથી કપાસ ઉત્પાદકની આવકમાં 30 ટકા ઘટાડો જોવા મળ્યો છે. જેની અસર ઝાલાવાડના ખેતી અર્થતંત્ર પર સીધી પડી છે. હાલ ખેડૂતો અને વેપારીઓને નુકશાન સહન કરવું પડે છે.
ઝાલાવાડમાં ગત વર્ષે 75 હજાર કોટન ગાંસડી ખરીદ કરી નીકાસ થઇ હતી. પરંતુ વર્લ્ડ માર્કેટમાં કોટન ગાંસડીના ભાવ નીચા હોવાથી સ્થાનીક એક્સપોર્ટ ઠપ થયુ છે. આથી એમ.એસ.પી ભાવથી 10 થી 15 હજાર ગાંસડીઓ ખરીદી થઇ શકી છે. આ વર્ષે 35 હજાર ગાંસડી ઓછી નિકાસ થાય તેવી ધારણા છે.
ગત વર્ષે 75 હજારને બદલે માત્ર 10 હજાર ગાંસડીની ખરીદી
{ સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસની ખરીદી ઘટતાં ખેડૂતોને આર્થિક ફટકો.