તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનમાં કરોડોનો ભ્રષ્ટાચાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબી સેનિટેશન વિભાગ અને ડોર ટૂ ડોર કચરાનો નિકાલ કરતી ખાનગી એજન્સી સાથે મળી સફાઈના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતી હોવાનો પુર્વ પાલિકાના ઉપપ્રમુખ અને ભાજપના કાઉન્સીલર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમણે ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યું હતું કે પાલિકા દ્વારા હાલ ખાનગી એજનસને 75 હજાર મિલકત મુજબ બિલ ચૂકવે છે ખરેખર હાઉસ ટેક્સ વિભાગ માત્ર 35થી 40 હજાર જ હાઉસ છે જ્યારે બાકીનાં ખાલી પ્લોટ છે જેથી અહીં સફાઈ કે ડોર ટુ ડોર કચરો નીકળી જ શકે નહીં તેમ છતાં ખોટા બિલ ઉધારી વર્ષે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.

મોરબી સેનિટેશન વિભાગ હસ્તક શહેરમાં ડોર ટૂ ડોર કચરાનો નિકાલ કરવામાં આવે છે. જોકે આ કામગીરી માં મોટા પાયે ભ્રષ્ટાચાર થતા હોવાનો આક્ષેપ પાલિકાના પુર્વ ઉપપ્રમુખ અને ભાજપના પુર્વ કાઉન્સીલર ભરત જારીયાએ કર્યો હતો ભરત જારીયાએ ચીફ ઓફિસરને પત્ર લખી જણાવ્યું હતું જેમાં એમણે જણાવ્યું હતું કે મોરબી પાલિકા દ્વારા ખાનગી એજન્સીને કચરા નિકાલ માટે 75 હજાર મિલકત દીઠ ચુકવણી કરવામાં આવે છે. ખરેખર પાલિકાના હાઉસ ટેક્સ વિભાગ મુજબ 35થી 40 હજાર જેટલી જ મિલકત છે.જ્યારે બાકીના ખાલી પ્લોટ છે.ખાલી પ્લોટ માં કચરા નિકાલ કેવી રીતે આ ઉપરાંત જે વિસ્તારમાં કચરા નિકાલ કરવામાં આવે ત્યાં બે ત્રણ દિવસે વાહન જતું હોય છે. જ્યારે બિલ કાયમી ધોરણે ઉઘરાવાય છે. આમ પાલિકા નાં સત્તાધીશ દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો