રમતગમત કચેરી, કન્વીનરનાં ખોટા નિર્ણયથી વિવાદ

Dhrol News - controversy over the wrong decision of the sports office the conveyor 062509

DivyaBhaskar News Network

Sep 12, 2019, 06:25 AM IST
રમતગમત કચેરી, કન્વીનરનાં ખોટા નિર્ણયથી વિવાદ

ધ્રોલમાં ખેલ મહાકુંભમાં યોજાયેલ કબડ્ડી સ્પર્ધામાં અણઘડ આયોજનને કારણે સ્પર્ધકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. સ્પર્ધા દરમ્યાન વિવાદ થતાં થર્ડ સ્કેલ એટલે સેમી ફાઇનલ રમાડવી જોયયે તે રમાડવામાં ન આવતા વિવાદ સર્જાયો હતો. રમતગમત કચેરી અને સ્પર્ધાનાં કન્વીનરનાં ખોટા નિર્ણયોથી સ્પર્ધકોમાં રોષની લાગણી ફેલાઇ હતી. ખરેખર તો વિવાદ થતાં આખી સ્પર્ધા ફરીથી રમાડવી જોયયે તેનાં બદલે ગોટાળા કરી વિવાદ ઉપર યેનકેન પ્રકારે પડદો પાડી દેવાયો હતો.

ખેલ મહાકુંભ પાછળ થતો લાખોનો ખર્ચ પાણીમાં

રમે ગુજરાત જીતે ગુજરાત તે હેતુથી તથા સારા ખેલાડીઓની પ્રતીભા બહાર લાવવા સરકાર દ્વારા કરોડો રુપીયાનાં ખર્ચે ખેલ મહાકુંભનું આયોજન કરાય છે. પરંતુ જામનગર જિલ્લા રમત ગમત કચેરીનાં અણઘડ આયોજન અને ગોટાળા તથા આડેધડ અને મળતીયા કન્વીનરોની નિમણૂંકથી ખેલ મહાકુંભની સ્પર્ધા ઉપર પણી ફરી વળી રહયું છે. જેનો ભોગ સ્પર્ધકો ને ભોગ બની રહયા છે. અને સ્પર્ધાકો સ્પર્ધાથી વંચીત રહેતા હોવાની ફરીયાદો જોરશોર થી ઉઠી છે.

X
Dhrol News - controversy over the wrong decision of the sports office the conveyor 062509
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી