સા.કુંડલામાં માનવ મંદિરને સોલાર સિસ્ટમનું યોગદાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંત સુરા અને દાનવીરોની ભૂમિ એટલે સૌરાષ્ટ્ર.. અહી અનેક દાતાઓએ જન્મ લીધો છે. અને ઉદાર સખાવત કરી છે. ત્યારે સૌરાષ્ટ્રની અનેક જગ્યાઓ એવી છે. જે પૂજનીય છે. આદરણીય છે અને દર્શનીય છે. એવું જ એક સુંદર આશ્રમ છે સાવરકુંડલા નજીક આવેલ હાથસણી રોડ ઉપર માનવ મંદિર. આ માનવ મંદિરમાં રખડતા ભટકતા પાગલોની વિનામૂલ્ય સેવા કરવામાં આવે છે.

અહી અનેક દાતાઓ પણ સખાવત કરી સેવા કાર્યમા મદદરૂપ બને છે ત્યારે હાલમા એક દાતાએ અહી સોલાર સિસ્ટમ માટે યોગદાન આપ્યું હતુ.

આશ્રમમાં નિરાધાર પાગલ મહિલાઓની સેવા કરનાર પાલક પિતા છે ભક્તિરામ બાપુ. છેલ્લા સાત વર્ષથી આ આશ્રમમાં નિરાધાર પાગલ મહિલાઓને વિના મૂલ્યે આશ્રય આપીન સમાજમાં પુનઃસ્થાપિત કરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. અને આમ પોતાનું પુનર્જીવન પ્રાપ્ત કરનાર 60 જેટલી મનોરોગી બહેનોએ સમાજમાં માનભેર પુનઃ સ્થાપન થયું છે. ત્યારે આવા એક માનવ મંદિરની મુલાકાતે સાવરકુંડલાના વતની અને મુંબઇ સ્થિત ઉદ્યોગપતિ હરેશભાઈ મહેતા અને તેમના મિત્ર મંડળ પરિવાર મુલાકાતે આવ્યા હતા. સાથે ભરતભાઇ જોશી અને ગીતાબેન પણ હતા.

માનવ મંદિરની મુલાકાત લીધી જોયું તો આ દાતાનું હૃદય પીગળી ગયું. બાપુને પૂછ્યું કે હું શું મદદ કરી શકું ? ત્યારે બાપુએ કહું અહીં લાઈટ બિલ ખૂબ જ વધારે આવે છે. 35 હજાર જેટલું લાઇટબીલ આવતુ હોવાથી જો સોલાર સિસ્ટમ અહીં ફીટ થાય તો લાઈટ બિલના ખર્ચમાંથી બચી શકાય. તુર્તજ સાવરકુંડલાના ભામાશા એવા હરેશભાઈ મહેતાએ ભરતભાઈ જોષીને કહ્યુ કે આશ્રમનો સર્વે કરાવી લો અને આ યથાયોગ્ય મદદરૂપ થાય તે મને કહો.હરેશભાઈનો પડ્યો બોલ ઝીલી ભરતભાઈ જોશીએ આ ગતિવિધિ શરૂ કરી આજે માનવ મંદિરે સોલાર સિસ્ટમ ફીટ કરતા પહેલા જે વીજતંત્રની કાર્યવાહી કરવી પડે તે પૂર્ણ કરી અને બાપુ ભરતભાઈને રિપોર્ટ આપ્યો. ભરતભાઇ જોશીના લાગણીભર્યા પ્રયત્નોથી હરેશભાઈ તરફનું યોગદાન સોલાર માટે માનવ મંદિને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો અને ભરતભાઇ જોશી અને ગીતાબેન જોશીના લાગણીભર્યા પ્રયત્નથી હરેશભાઈ મહેતાએ માનવ મંદિરને સોલાર સિસ્ટમ માટે રૂપિયા ત્રણ લાખનું માતબર દાન આપ્યું.

અન્ય સમાચારો પણ છે...