માંગરોળની વીજ કચેરી ખાતે મજુરીનાં બીલો સલવાતા કોન્ટ્રાકટરોની હડતાળ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળ પીજીવીસીએલ ડિવિઝનમાં લેબરકામના છેલ્લા એક વર્ષના બિલો પાસ ન થતા કોન્ટ્રાક્ટરો દસ દિવસથી હડતાળ પર છે. માંગરોળ વિજ ડિવિઝન તાબાની તમામ પેટા કચેરીઓમાં કામોના રજૂ થયેલ બિલોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની ઉચ્ચકક્ષાએ ફરીયાદો થઈ છે. જે અંતર્ગત ટાઉન, રૂરલ, માધવપુર અને ચોરવાડના કોન્ટ્રાક્ટરોના અંદાજીત 2.5 કરોડથી વધુ રકમના 900 જેટલા બિલો કચેરીમાં પેન્ડિંગ પડયા છે. આ અંગે ગત તા.૫ના રોજ ઘણા સમયથી અલગ અલગ અધિકારીઓ દ્વારા વારંવાર ક્રોસ ચેકિંગ, તપાસ થવા છતાં બિલોનો નિકાલ ન આવતા ગંભીર આર્થિક સ્થિતિમાં સપડાયા હોવાનું જણાવી કોન્ટ્રાક્ટરોએ કામગીરી બંધ કરવાની કાર્યપાલક ઇજનેરને લેખિત જાણ કરી હતી. વધુમાં જણાવ્યા મુજબ અગાઉ ત્રણ માસ પહેલા પણ કોન્ટ્રાક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા. પરંતુ આગેવાનોની મધ્યસ્થિમાં વીજ અધિકારીઓએ 25માર્ચ સુધીમાં તમામ કોન્ટ્રાક્ટરોના લેબર(મજૂરી)ના બિલો પાસ થઈ જશે તેવી મૌખિક ખાત્રી આપી હતી. પરંતુ આ પ્રશ્નનો નિવેડો ન આવતા દસેક દિવસથી લાઈનકામ, મેઈન્ટેનન્સ, ટ્રી કટીંગ, ટીસી બદલાવવા સહિતની તમામ કામગીરી બંધ કરી હડતાળ પર ઉતરી ગયા છે. તાત્કાલિક નિવેડાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...