તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરાજી સરકારી પ્રા.શાળા નંબર 17ની ઇમારતનું બાંધકામ વર્ષોથી વિલંબમાં, વાલીઓમાં ભારે રોષ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધોરાજી સરકારી પ્રાથમિક શાળા નંબર 17ના બિલ્ડીંગનું વિલંબમા પડેલ બાંધકામ શરૂ કરવા વાલીઓ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઇ છે. ધોરાજીના જમનાવડ રોડ પાસે આવેલી સરકારી પ્રાથમિક શાળા 17 નંબરના નવા બિલ્ડીંગનું બાંધકામ વિલંબમાં પડેલ હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષની લાગણી છવાઈ છે. શાળાના બિલ્ડીંગનું કામ સમયસર પૂર્ણ થાય તેવી વાલી મંડળની માગણી ઉઠવા પામી છે અને વાલીમંડળના આગેવાન વિમલભાઈ સાકરીયાએ આ બાબતે ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆતો કરી છે. આ અંગે વાલીમંડળના અગ્રણી વિમલભાઈ જણાવ્યું હતું કે ધોરાજીમાં તાલુકા શાળા નંબર 17 જેની જૂની બિલ્ડીંગ ભૂકંપને લીધે જર્જરિત હાલતમાં થતા તે જગ્યા પર ફરી નવું બિલ્ડીંગ બાંધવા માટે સરકારી તંત્ર દ્વારા તમામ પ્રકારની કાર્યવાહી પૂર્ણ થઇ ગઇ હોવા છતાં શાળા બિલ્ડીંગનું કામ શરૂ નહી થતા રોષ વ્યાપી ગયો છે. આ બિલ્ડીંગનું કામ શરૂ નહી કરાતા વિદ્યાર્થીઓને અગવડતા ભોગવવી પડે છે. આ ધોરાજી સરકારી શાળા નંબર 17માં કુલ 1 થી 8 ધોરણ છે. અને 230 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. હાલ શાળા બિલ્ડીંગમાં બે પાળીમાં શિક્ષણ અપાઇ રહ્યું છે. અને તે પણ કુલ ૪ ઓરડામાં ચલાવવામાં આવે છે. અને તે ઓરડાઓ જોખમકારક હોય, તો બિલ્ડીંગનું કામ શરૂ કરવા માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે. સરકારી શાળા નંબર 17માં ગરીબ અને મધ્યમ પરિવારના બાળકો ભણે છે અને સરકાર દ્વારા આધુનિક અને ટેકનોલોજી વાળી સિસ્ટમો આપવામાં આવી છે તે પણ બિલ્ડિંગના અભાવના કારણે ધૂળ ખાઈ રહી છે. આથી શાળા નંબર 17નું નવું બિલ્ડીંગ સત્વરે બને તેવી માગણી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો