થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ યુવરાજસિંહ ઘનશ્યામસિંહ રાણા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ યુવરાજસિંહ ઘનશ્યામસિંહ રાણા ગત તા.30ના બાઇક પર કુબલિયાપરાના મચ્છીચોકમાં સમન્સની બજવણીની કામગીરી કરવા માટે ગયા હતા. પોલીસમેન યુવરાજસિંહે સરનામું પૂછતાં શકરો દેવીપૂજક, પારૂ દેવીપૂજક સહિતના શખ્સો ટોળું વળી ગયા હતા અને આ અમારો વિસ્તાર છે, પોલીસને આવવું નહીં તેમ કહી માથાકૂટ શરૂ કરી હતી અને પથ્થરમારો કરતાં પોલીસમેન યુવરાજસિંહને ઇજા થઇ હતી. અા અંગે ફરજમાં રુકાવટ હેઠળનો ગુનો નોંધાયા બાદ થોરાળા પોલીસે સંદીપ સોલંકી, ધરમ ઉર્ફે ધમો પોપટ પરમાર, રમેશ ગાંડુ સોલંકી, બૈજુ બાબુ ચુડાસમા, સતીષ વિઠલ સોલંકી, જીતેષ ઉર્ફે ઘોઘી પોપટ પરમાર અને આકાશ બટુક રાઠોડને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...