તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટડીમાં કોંગ્રેસનો નળકાંઠા વિધાનસભા મત વિસ્તારના સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી ભાસ્કર | દસાડા વિધાનસભાના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી દ્વારા દસાડા, પાટડી, લખતર અને લીંબડી નળકાંઠા નળકાંઠા વિધાનસભા મતવિસ્તારના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયુ છે. આથી તા.12-11-19ના રોજ મંગળવારે સાંજે 4 કલાકે સર્કીટ હાઉસ ગ્રાઉન્ડ તાલુકા પંચાયત રોડ પાટડીખાતે કાર્યક્રમ યોજાશે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડા, ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણી તથા યુવાનેતા હાર્દિક પટેલ , ભરતસિંહ સોલંકી, અર્જુનભાઇ મોઢવાડીયા, સોમાભાઇ પટેલ, ઋત્વીકભાઇ મકવાણા, કલ્પનાબેન ઘોરીયા, અજયસિંહ રાણા સહિત, વિરમગામ, રાધનપુર, બહુચરાજી, થરાદના ધારાસભ્યો અને કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...